Home Gujarat Pm Modi Sends Greetings To The People Of Gujarat

'ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના' : સ્થાપના દિવસે પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતવાસીઓને પાઠવ્યો વિશેષ સંદેશો

'ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના'
Published by: OBS Bureau
Last Updated: May 01, 2025, 06:38 AM IST

Gujarat Day 2025: આજે ગુજરાતવાસીઓ માટે ઉજવણીનો દિવસ છે. આજના દિવસે 65 વર્ષ પહેલાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી અને ગુજરાતના મહાન ઈતિહાસની રચના પણ આજના દિવસે શુભ શરૂઆત થઈ હતી. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ ગુજરાતવાસીઓને આજના પર્વની શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માધ્યમથી જણાવ્યું,


ગુજરાત સ્થાપના દિવસના આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ… ગુજરાતે, તેની આગવી સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને, રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે.

રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now