ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદી પહેલીવાર આજે ગુજરાત પ્રવાસે આવ્યાં છે. પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે વડોદરામાં રોજ શો બાદ પ્રધાનમંત્રી મોદીએ દાહેદ ખાતે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરીને જાહેર સભાને સંબોધી હતી. જ્યાં તેમણે દાહોદ સાથેના પોતાના સંબંધની વાતો પણ દિલ ખોલીને કરી. પીએમ મોદીએ કહ્યુંકે, દાહોદ સાથેનો મારો નાતો એ સમયનો છે જ્યારે હું રાજનીતિમાં પણ નહોતો.
પ્રધાનમંત્રી મોદીએ જાહેરસભા સંબોધતા જણાવ્યુંકે, મારો દાહોદ સાથેનો સંબંધ રાજકારણમાં આવ્યા પછી નથી થયો, લગભગ 70 વર્ષ થયા હશે બે-બે ત્રણ ત્રણ પેઢી સાથે કામ કરવાની તક મળી છે. આજે પરેલ 20 વર્ષ પછી ગયો. આખું પરેલ બદલાઈ ગયું છે. પહેલા હું આવું એટલે સૂર્યાસ્ત થાય ત્યારે મને એમ થાય કે સાયકલ પર પરેલ જાવ. વરસાદ પડ્યો હોય અને લીલોતરી થઈ ગઈ હોય અને એ સાંજ મને આનંદદાયક લાગતું. પરેલમાં સાથીઓ સાથેના ઘરે સાંજના રોટલા જમીને પાછો આવું.
Sea of Tricolors! 🇮🇳
— Harsh Sanghavi (@sanghaviharsh) May 26, 2025
Magical moment as over 1.5 lakh people come together, waving the Indian flag, to welcome Hon'ble PM @narendramodi ji! What an incredible display of patriotism!
#OperationSindoor #PMModi pic.twitter.com/1VlNrDbuwk
દાહોદમાં સભા સંબોધતી વખતે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુંકે, આજે મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ વિશે જે મેં સપના જોયા હતા એ આજે સાકાર થવાનું અને આંખો સામે જોવાનું સૌભાગ્ય મળે છે. હું દાવા સાથે કહું છું આદિવાસી વિસ્તાર એવો દાહોદ કેવો વિકાસ પામે એ જોવું જોઇએ. આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બને એ જ નવાઈ લાગે. દાહોદના ભાઈઓ-બહેનો મને કહો ભારતમાં બનેલી વસ્તુઓનો દુનિયામાં ડંકો વાગે છે. હવે આપણે આપણા ઘરમાં વિદેશી વસ્તુઓ વાપરવાનું બંધ કરવું જોઇએ કે નહીં, તિરંગો લઇને કહો કરવું જોઇએ કે નહીં? આપણા દેશમાં બનેલી વસ્તુઓ વાપરવી જોઇએ કે નહીં? ભારતના લોકોને કમાણી થાય એવું કરવું જોઇએ કે નહીં? દરેક લોકોએ આ સંકલ્પ કરવો જોઇએ કે નહીં?
आज 26 मई का दिन है।
— Harsh Sanghavi (@sanghaviharsh) May 26, 2025
साल 2014 में आज के ही दिन पहली बार मैंने प्रधानमंत्री के तौर पर शपथ ली थी।
- पीएम श्री @narendramodi साहब pic.twitter.com/6ZxfyG6eWJ
દહોદમાં PM મોદીના સંબોધનની હાઈલાઈટ્સઃ
‘મેન્યૂફેક્ચરિંગની દુનિયામાં તેજગતિથી આગળ વધી રહ્યો છે ભારત’
ભારત આજે તેજ ગતિથી મેન્યૂફેક્ચરિંગની દુનિયામાં આગળ વધી રહ્યો છે. દેશની જરૂરિયાતના સામાનનું નિર્માણ હોય કે, વિદેશમાં નિકાસ એ સતત વધી રહ્યા છે. આજે સ્માર્ટ ફોનથી લઈને ગાડીઓ, રમકડાં, સેનાના શસ્ત્રો, દવાઓ એવો ઘણો સામાન નિકાસ કરી રહ્યા છીએ. એટલું જ નહીં, આજે ભારત રેલ, મેટ્રો અને તેના માટે જરૂરી ટેકનોલોજી બનાવે તો છે અને નિકાસ પણ કરે છે.
‘ઘણાં લોકોને ગાળો આપવાની ટેવ પડી છે, પણ મેં કામ કરી બતાવ્યું’
દાહોદનો વટ પડી ગયો છે. થોડીવાર પહેલાં અહીં હજારો કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયા. તેમાં સૌથી શાનદાર ઇલેક્ટ્રિક લોકોમેટિવ ફેક્ટરી છે. ત્રણ વર્ષ પહેલા હું તેનો શિલાન્યાસ કરવા આવ્યો હતો. ઘણાં લોકોને તો ગાળો આપવાની ટેવ પડી ગઈ છે, એવુ કહેતા હતા કે ચૂંટણી આવી એટલે શિલાન્યાસ કર્યો કંઈ થશે નહીં. પરંતુ આજે પહેલો ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનીને તૈયાર થઈ ગયો છે અને મેં તેને લીલી ઝંડી બતાવી. આ દેશ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.
‘ગુજરાતના રેલ નેટવર્કનું 100 ટકા વીજળીકરણ’
આજે ગુજરાતને વધુ એક ઉપલબ્ધિ હાંસલ થઈ છે. ગુજરાતના રેલ નેટવર્કનું 100 ટકા વીજળીકરણ થઈ ગયું છે. પહેલા તો મારે અહીંના લોકોનો આભાર માનવો છે. મને વચ્ચેથી મળવા બોલાવ્યો. અનેક જૂના લોકો મળ્યા અને જૂની જૂની વાતો.
‘અનેક દેશોમાં નિકાસ કરી રહ્યું છે મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવ’
આપણાં પેસેન્જર કોચ, મોઝામ્બિક, શ્રીલંકા જેવા દેશોમાં ઉપયોગ થઈ રહ્યો છે. મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવ પણ હવે અનેક દેશોમાં નિકાસ કરી રહ્યું છે. આ મેડ ઇન ઇન્ડિયાનો જે વિસ્તાર થઈ રહ્યો છે અને એના જ કારણે ભારત ગર્વથી માથું ઉંચું કરી શકે છે.
‘દુનિયાનું મોટું એક્સપોર્ટર બની રહ્યું છે ભારત’
આજે ભારત દુનિયાનું મોટું એક્સપોર્ટર બની રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની મેટ્રોમાં આપણા ગુજરાતમાં બનેલા કોચ છે. મેક્સિકો, સ્પેન, જર્મની આ દેશોમાં પણ રેલવે દ્વારા જરૂરી નાના મોટા સાધનો ભારતમાં બનીને જઈ રહ્યા છે.
‘આજે પરસેવો પણ આપણો, પૈસા પણ આપણાં’
રેલવેનો કેવો વિકાસ થયો છે. સેમી અને સ્માર્ટ સ્પીડ રેલવે જેનું કોઈ નામ નહોતું લેતું. દેશમાં 70 રૂટ પર વંદે ભારત ટ્રેન ચાલી રહી છે અને આજે અમદાવાદ-વેરાવળ સોમનાથ દાદાના ચરણોમાં વંદેભારત ચાલુ થઈ છે. હવે સોમનાથ માટેના દરવાજા ખુલી ગયા છે. ભારતમાં આજે આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે અને તેનું મોટું કારણ છે નવી ટેકનોલોજી દેશના યુવાઓ તૈયાર કરી રહ્યા છે. કોચ ભારતમાં બને, લોકોમોટિવ ભારતમાં બને. આ બધું પહેલા વિદેશોમાંથી લાવવું પડતું હતું. આજે પરસેવો પણ આપણો, પૈસા પણ આપણાં અને પરિણામ પણ આપણું.
દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલ મંત્રાલય દ્વારા રૂ. 21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ-ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ,સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફ્કિેશન અને કલોલ-કડી-કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ રૂ.2287 કરોડના કામો સહિત રેલવેના કુલ રૂ. 23,692 કરોડના કામોનું લોકાર્પણ કર્યું અને દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું.






