PM Modi Gujarat Tour: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. જો કે, જે પહેલા અમદાવાદમાં રોડ અને સભા પણ યોજશે જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
5 DCP, 12 ACP સહિત 2074 પોલીસ બંદોબસ્ત
અમદાવાદમાં PM મોદીના રોડ શો આગમનને લઈને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદમાં આવવા-જવાના તમામ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરભરમાં પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. સાથો સાથ 5-DCP, 12-ACP, 60-PIનો બદોબસ્તમાં જોડાયા છે. 168-PSI, 1506-PC-HCનો બંદોબસ્ત, 323-WPC સહિત કુલ 2074નો બંદોબસ્ત રહેશે. PM આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ પોલીસ અલર્ટ મોડમાં જોવા મળી રહી છે.
અમદાવાદમાં શહેરી વિકાસ વિભાગના ₹2267 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં શહેરી વિકાસ વિભાગના ₹2267 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ઇન સિટુ સ્લમ રિહેબિલિટેશન ઘટક હેઠળ રામાપિરના ટેકરામાં સેક્ટર-3માં આવેલ 1449 ઝુંપડાઓનાં પુન:વસનની કામગીરી કરવામાં આવી છે, જેનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે. આ કેમ્પસમાં કૉમન પ્લોટ, આંગણવાડી, હેલ્થ સેન્ટર, સોલર રુફટૉપ સિસ્ટમ, દરેક ઘરમાં પી.એન.જી. ગેસ કનેક્શન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.






