Home Gujarat Pm Modi In Gujarat Bhuj Development Work Latest Speech Live Updates

ભુજમાં પીએમ મોદીનું જોરદાર સ્વાગત : 1971ના યુદ્ધમાં રન વે બનાવનાર મહિલાઓએ મોદીના ઓવારણાં લીધા

ભુજમાં પીએમ મોદીનું જોરદાર સ્વાગત
Published by: OBS Bureau
Last Updated: May 26, 2025, 12:04 PM IST

વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌવ પ્રથમ વડોદરા ખાતે રોડ શો યોજ્યા બાદ દાહોદ પહોંચ્યા હતાં.જ્યાં તેમણે 24 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. દાહોદમાં જંગી સભા સંબોધીને તેઓ કચ્છ જવા રવાના થયા હતાં. ભુજ પહોંચ્યા બાદ હીલ ગાર્ડનથી મિરઝાપુર રોડ સભા સ્થળ સુધી દોઢ કિ.મીનો રોડ શો કર્યો હતો. વડાપ્રધાન સભા સ્થળે પહોંચ્તા 1971ના યુદ્ધમાં રન વે બનાવનાર મહિલાઓએ મોદીના ઓવારણાં લીધા હતા.

1971ના યુદ્ધની વિરાંગનાઓએ PM મોદીના ઓવારણાં લીધા
વડાપ્રધાન મોદી રોડ શો બાદ સભા સ્થળે પહોચ્યાં છે. જ્યાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધ દરમિયાન રન વે બનાવનાર મહિલાઓએ મોદીના ઓવારણાં લીધા હતાં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now