Home Gujarat Pm Modi Gujarat Visit Statue Of Unity Vadodara Kevadia

PM મોદી ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે કેવડિયા જવા રવાના : 1220 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

PM મોદી ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે કેવડિયા જવા રવાના
Published by: OBS Bureau
Last Updated: Oct 30, 2025, 12:06 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે, પરંતુ કેવડિયા પંથકમાં ખરાબ હવામાન અને વરસાદી માહોલને કારણે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. PM મોદી વડોદરા એરપોર્ટ પર ઉતરણ બાદ હેલિકોપ્ટર દ્વારા કેવડીયા જવાના હતા પરંતુ ખરાબ હવામાન ના કારણે તેઓ કેવડીયા પહોંચવા માટે બાય રોડ રવાના થઈ ગયા છે.

આજનો કાર્યક્રમ

આજે (30 ઓકટોબર) સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવી સહિત વડોદરાના મેયર અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. PM મોદી વડોદરા એરપોર્ટ પર ટૂંકું રોકાણ કર્યા બાદ, એકતા નગર (કેવડિયા) જવા રવાના થશે.

એકતા નગર પહોંચ્યા બાદ PM મોદી આજે સાંજે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ નં-1 પર જશે અને ત્યાર બાદ ₹1220 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

31 ઓકટોબરનો કાર્યક્રમ

સવારે 8:10 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ પર પુષ્પાંજલી આપશે ત્યાર બાદ 8:15થી 10:30 સુધી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ભાગરૂપે પરેડ નિહાળશે અને સંબોધન કરશે. 10:45 વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટ ખાતે IAS-IPS સહિત 800 જેટલા લોકો સાથે આરંભ પોગ્રામ અને સંબોધન કરશે ત્યાર બાદ 12:20 વાગ્યે કેવડિયાથી વડોદરા જવા રવાના થશે અને 1:00 વાગ્યે વડોદરાથી દિલ્હી માટે રવાના થશે.

આ પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ

વોકવે ફેસ ટુ, સ્માર્ટ બસ સ્ટોપ ફેસ ટુ, પ્રોટોકોશન વોલ લેન્ડ લેવલીંગ વિયર ડેમ નજીક, સાતપુડા પ્રોટેક્શન વોલ, (કેક્ટસ નજીક) બોન્સાઈ ગાર્ડન, ઈ બસ ચાર્જિંગ સ્ટેશન, નર્મદા ઘાટ પાર્કિંગ, નવા રહેણાંક મકાન, એપ્રોચ રોડ મોખડી નજીક, કૌશલ્ય પથ, લીમડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ, ગાર્ડન, ટાટા નર્મદા ઘાટનું વિસ્તરણ, ડેમ રેપ્લિકા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ