Home Gujarat Pm Modi Gujarat Visit Big Meeting At Gandhinagar Kamalam Before

PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા કમલમમાં મોટી બેઠક : ભાજપના તમામ MLA હાજર, સી આર પાટીલ અને રત્નાકરે લીધો ક્લાસ!

PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા કમલમમાં મોટી બેઠક
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 10:29 AM IST

આજે વડાપ્રધાન નેરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે, જે પહેલા ગાંધીનગર કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક યોજાઈ છે. કમલમ ખાતે તમામ ધારાસભ્યની ઉપસ્થિતિમાં બેઠકનું યોજાઈ છે. ક્યાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેની ચોક્કસ વિગતો સામે આવી નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવા મુદ્દે સૂચનો કરવામાં આવ્યા છે.


ભાજપ સેવા પખવાડિયાની ઉજવણી કરશે

કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસની ઉજવણી સેવા પખવાડિયા તરીકે કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


બેઠકમાં RSSના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ હાજર રહ્યા

આપને જણાવીએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત "સેવા સપ્તાહ" તરીકે ભાજપ ઉજવશે. આજની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી સહિત પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા. સાથો સાથ ભાજપના હોદ્દેદારો પણ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં RSSના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા.

રક્તદાન,સ્વચ્છતાના કાર્યક્રમ યોજાશે

ભાજપ 17 સપ્ટેમ્બરથી થી 2 ઓકટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરશે. જેમાં 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળની જનમ જયંતિ આવે છે, જેની પણ ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં રક્તદાન,સ્વચ્છતાના કાર્યક્રમ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now