પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેઓ આજે બીજા દિવસે પણ રાજ્યને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવાના છે. હાંસલપુર સ્થિતિ મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'ને લોન્ચ કરશે.
હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડ્સ પ્લાન્ટ ઉદ્ઘાટન
મહેસાણાના હાંસલપુરમાં ટીડીએસ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડ્સના સ્વદેશી ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે.
ગઈકાલે જનસભા અને રોડ શો યોજ્યો હતો
અત્રે જણાવીએ કે, ''PM મોદીએ 25 ઓગસ્ટે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજ્યો હતો. રોડ શો પૂર્ણ કરી તેઓ સભા સ્થળે પહોંચ્યા અને 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાત મુહૂર્ત કર્યા હતા. ત્યાર બાદ જાહેર સભા સંબોધી હતી






