Home Gujarat Pm Modi Gujarat Tour Ahmedabad Road Showw

PM મોદીનું અમદાવાદમાં ભવ્ય રોડ શો : મોદી મોદીના નારા ગુંજ્યાં, ઠેર ઠેર તિરંગા લાગ્યા...

PM મોદીનું અમદાવાદમાં ભવ્ય રોડ શો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 11:29 AM IST

PM Modi Ahmedabad Roadshow: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બેદિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. PM મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા. જ્યાંથી તેઓ સીધા નિકોલ ખાતે લોકાર્પણ અને જાહેર સભાના કાર્યક્રમમાં હાજરી આપશે. જેના પહેલા નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાનનો રોડ શો આયોજન કરાયું છે. જેને લઇને સમગ્ર રોડ ઉપર તિરંગા અને સિંદૂરના હોર્ડિંગસ તેમજ બેનરો લાગ્યા છે. સાથો સાથ લોકો મોદી મોદીના નારા પણ લગાવી રહ્યાં છે.

મોદી મોદી નારા ગુંજ્યાં

PM મોદી હરિદર્શન ચોકડીથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી 1.6 કિલોમીટર લાંબો રોડ શો યોજી રહ્યાં છે. આ રૂટને તિરંગાના રંગોમાં રંગવામાં આવ્યો છે, ત્યારે ઠેર ઠેર ત્રિરંગો લહેરાવવામાં આવ્યા છે. રસ્તાઓને અદભૂત શણગારથી સજાવવામાં આવ્યા છે. રોડ શો મા લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. સાથો સાથ મોદી મોદી નારા ગુંજી રહ્યાં છે. સાથો સાથ રસ્તા પર સ્વચ્છ ભારત, ઓપરેશન સિંદૂર અને ગણેશજીની થીમો ખાસ રાખવામાં આવી છે. સાથો સાથ અમૂક અતંરે કલાકારો સ્ટેજ કાર્યક્રમ પણ કરી રહ્યાં છે.

વિવિધ 12 સ્ટેજ બનાવવામાં આવ્યા

અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ 12 સ્ટેજ બનાવવામાં આવ્યા, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી PM મોદીને આવકારવામાં આવી રહ્યાં છે. રોડ શોના રસ્તા પર ખાસ લાઈટિંગ કરવામાં આવી છે


લોકોમાં ભારે ઉત્સાહ

PM મોદી અમદાવાદમાં 5500 કરોડનાં વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. રેલવે, રોડ બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરેના કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોના તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. પ્રજા વડાપ્રધાનને આવકારવા માટે ખૂબ ઉત્સાહિત છે,જે ઉત્સાહ રોડ શોમાં જોવા મળી રહ્યો છે.

PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના આગમન વેળાએ કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, જીએડીના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, એર માર્શલ એસ. શ્રીનિવાસ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી અને અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now