Home Gujarat Pm Modi Ekta Divas Visit Kevadiya

અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી : એકતાનગરમાં રાષ્ટ્રીય એકતાદિવસની ઉજવણી

અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 31, 2025, 04:40 AM IST

કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દ્વિતીય દિવસ અને આજે અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે 8:10 વાગ્યે વડાપ્રધાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પાદભૂમિએ પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રના લોખંડ પુરુષને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ 8:15થી 10:30 દરમિયાન એકતા પરેડમાં ભાગ લઈ વિવિધ દળોના શૌર્ય અને શિસ્તનું નિરીક્ષણ કરશે તેમજ ઉપસ્થિતોને સંબોધિત કરશે.

એકતાનગરમાં રિપબ્લિક ડે જેવી ભવ્ય પરેડનું આયોજન

કેવડિયામાં યોજાયેલી એકતા પરેડ નવી દિલ્હીમાં દર વર્ષે યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડના ધોરણે આયોજિત હોય છે . આ પરેડમાં કુલ 16 કન્ટીજન્ટ્સે ભાગ લેશે, જેમાં BSF, CISF, CRPF, ITBP, SSB, NCC તેમજ પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના દળો સામેલ રહેશે.

પરેડમાં ઓપરેશન સિંદૂર દરમિયાન બહાદુરી બતાવનાર BSFના 16 પદક વિજેતા અને CRPFના 5 શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં ઉપસ્થિત રહેશે. પરેડનું નેતૃત્વ હેરાલ્ડીંગ ટીમના આશરે 100 સભ્યો દ્વારા કરશે., જેઓ વિવિધ રંગીન વેશભૂષા અને વાજિંત્રોના સંગાથમાં સમગ્ર પરેડને જીવંત બનાવશે.

આ અવસરે 9 બેન્ડ કન્ટીજન્ટ્સે સંગીતના તાલે એકતા અને દેશભક્તિની સુરાવલિઓ રજૂ કરશે. સાથે જ ગુજરાતના રાજ્યસ્તરીય વિજેતા બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા બે સ્કૂલ બેન્ડે એક સાથે પ્રદર્શન આપશે.


આરંભ 7.0 સમારોહમાં વડાપ્રધાન મોદીની હાજરી

એકતા પરેડ બાદ વડાપ્રધાન મોદીએ સવારે 10:45 વાગ્યે "આરંભ 7.0" સમાપન કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન તેમણે 100મા ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. "શાસનની પુનઃકલ્પના" (Reimagining Governance) થીમ હેઠળ યોજાયેલ આ આવૃત્તિમાં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂટાનની 3 સર્વિસીસના કુલ 660 અધિકારી તાલીમાર્થીઓએ ભાગ લેશે.


કેવડિયા બાદ વડાપ્રધાન PM મોદીની દિલ્હી વાપસી

સર્વ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી બપોરે 12:20 વાગ્યે કેવડિયાથી વડોદરા પહોંચશે અને 1:00 વાગ્યે વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી પ્રસ્થાન કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now