Home Gujarat Pm Modi Daman Visit 4600 Crore Projects

5 જૂને PM નરેન્દ્ર મોદીની દમણ મુલાકાતે.... : ₹4600 કરોડના વિકાસ કાર્યોની ભેટ, શહેરને દુલ્હનની જેમ સજાવાયું!

PM Modi Gujarat Visit
Published by: Viral Patel
Last Updated: Jun 03, 2026, 12:24 PM IST

PM Modi Gujarat Visit: સંઘપ્રદેશ દમણ આગામી 5 જૂને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. PM મોદીની આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આખરી ઓપમાં છે. પ્રશાસન આ ઐતિહાસિક મુલાકાતને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતું નથી, જેના કારણે સમગ્ર દમણ શહેરને કોઈ નવવધૂની જેમ શણગારવામાં આવી રહ્યું છે.

રોડ-શોના રૂટ પર 'પોર્ટુગીઝ લૂક' અને મનમોહક ચિત્રકારી

વડાપ્રધાનના સ્વાગત માટે સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ છે. શહેરના મુખ્ય માર્ગો પર PM નરેન્દ્ર મોદીના મોટા હોર્ડિંગ્સ અને આકર્ષક કટઆઉટ્સ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, રસ્તાઓની આસપાસની દીવાલો પર સુંદર અને મનમોહક ચિત્રકારી (વોલ પેઇન્ટિંગ) કરવામાં આવી રહી છે.

ગુજરાતના બિલ્ડરોની મોટી ચેતવણી! : 30 જુન પછી ઘરનું ઘર ખરીદવું બની શકે છે મોંઘું, જાણો મહત્વપૂ્ર્ણ કારણ

સૌથી વધુ આકર્ષણ એરપોર્ટથી લઈને સરકારી કોલેજ સુધીના રૂટ પર જોવા મળી રહ્યું છે. આ રૂટ પર આવતા તમામ ઘરો, દુકાનો અને સોસાયટીઓને પરંપરાગત 'પોર્ટુગીઝ લૂક' આપવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું છે. તમામ બિલ્ડિંગોને પીળા, બ્લુ અને બ્રાઉન જેવા આકર્ષક રંગોથી રંગી દેવામાં આવી છે, જે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

પ્રમુખ વિસ્તારોમાં રોશની અને સજાવટ

સરકારી કોલેજના મુખ્ય ગેટને ભવ્ય સ્વાગત માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. કોલેજ રોડ પર ઠેર-ઠેર 'સ્વાગતમ' તેમજ વડાપ્રધાનના હસ્તે જે પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ થવાનું છે તેના બેનરો લગાવી દેવાયા છે. આ સિવાય દમણના પ્રખ્યાત સ્થળો જેવા કે મશાલ ચોક, નમો પથ, જેટી વિસ્તાર, દેવકા બીચ રોડ. આ તમામ વિસ્તારોમાં પણ રાત-દિવસ અદભુત સાજ-સજાવટ અને લાઇટિંગનું કામ ચાલી રહ્યું છે.

નર્મદામાં ઈ-રિક્ષા યોજનામાં કરોડોનું કૌભાંડ હોવાના આક્ષેપ : 'કાગળ પર દોડતી રિક્ષા, જમીન પર ગાયબ'

₹4600 કરોડના વિકાસ કાર્યોનું નજરાણું

PM મોદીની આ મુલાકાત માત્ર ઔપચારિક નહીં, પરંતુ દમણના વિકાસ માટે સુવર્ણ અક્ષરે લખાશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે.

સરકારી શાળાઓમાં 1800 થી વધુ પોસ્ટ પર કાયમી હેડ ટીચરની ભરતી : શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

વિકાસ કાર્યોની એક વિહંગાવલોકન

₹3,000 કરોડ જેટલી માતબર રકમના તૈયાર થઈ ગયેલા વિવિધ વિકાસ કાર્યોનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ₹1,600 કરોડના ખર્ચે દમણના ભવિષ્યને વધુ વેગ આપવા માટે આટલી રકમના નવા પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત (શિલાન્યાસ) કરાશે. કુલ રૂપિયા 4600 કરોડના વિકાસ કાર્યોની ભેટમળવા જઈ રહી હોવાથી દમણવાસીઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. પ્રશાસન સુરક્ષા વ્યવસ્થાથી લઈને જનમેદનીના આયોજન સુધીની તમામ બાબતો પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now