PM મોદી આજે 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે, જેઓ નિકોલમાં સભા ગજવવાના છે, સાથો સાથ નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે. ત્યારે PMની સભા પહેલા કોંગ્રેસ નેતાઓના વિરૂદ્ધના ભણકારા વચ્ચે કેટલાક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ પક્ષના નેતાઓ-આગેવાનઓએ નરોડા -નિકોલ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારમાંથી પોલીસ- ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરી છે, જે મુદ્દે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
''સત્ય છૂપાવવા માટે પોલીસને આગળ કરવામાં આવે છે''
કોંગ્રેસ નેતા મનિષ દોશીએ કહ્યું કે, ''પ્રધાનમંત્રી ગુજરાતમાં આવે છે ત્યારે આવકાર છે, પરંતુ તેઓ આવે છે ત્યારે મનની વાત તો બહુ કરે છે પરંતુ ક્યારેક જનતાના દિલની વાત સાંભળે તેવી અપેક્ષા ગુજરાતની જનતા રાખે છે. ગુજરાતમાં જે રીતે પ્રધાનમંત્રીના આગમન પહેલા પ્રજાને તકલીફ છે, પ્રજા મુશ્કેલી છે તેમજ ભ્રષ્ટાચાર ગળાડૂભ હોય મંત્રી કે સત્રી કોઈની વાત સાંભળતા ન હોય ત્યારે લોકશાહીને વાંચા આપી કોંગ્રેસ પક્ષ પ્રધાનમંત્રીને મળવા માંગતો હોય ત્યારે દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે, ડરી ગયેલી સરકાર, સત્ય છૂપાવવા માટે પોલીસને આગળ કરવામાં આવી રહી છે.
''પોલીસે અટકાયત કરી છે, જે સંપૂર્ણ ગેરબંધારણીય છે''
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, ''અમારા શહેર અધ્યક્ષ સોનલબેન પટેલને તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી છે. અમારા પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના શહેરના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. જેમા બાપુનગરના પ્રવક્તા નાગજી દેસાઈ, વિપુલ પંડ્યા વેજલપુરથી અમિત નાયક સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી છે, જે સંપૂર્ણ ગેરબંધારણીય છે.






