ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવ હંમેશા ચર્ચાનો વિષય રહે છે, પરંતુ આ વખતે કારણ માત્ર બજારના સમીકરણો નથી, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક મહત્વનું નિવેદન છે. રવિવારે તેલંગાણાના સિકંદરાબાદમાં આયોજિત એક જનસભા દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને સોનાની ખરીદી અંગે એક ખાસ વિનંતી કરી હતી. આ અપીલની સીધી અસર સોમવારે બજાર ખુલતાની સાથે જ જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) થી લઈને સ્થાનિક ઝવેરી બજાર સુધી સોનાના ભાવમાં મોટો કડાકો બોલાઈ ગયો છે.
વડાપ્રધાન મોદીની દેશવાસીઓને અપીલ
તેલંગાણામાં જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ભારે અનિશ્ચિતતા ફેલાઈ છે અને તેની અસર ભારત પર પણ પડી રહી છે. પીએમ મોદીએ દેશના હિતમાં એક કડક પણ જરૂરી અપીલ કરતાં કહ્યું કે, "ભલે ઘરમાં લગ્ન હોય કે અન્ય કોઈ શુભ પ્રસંગ, આગામી એક વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળો." આ પાછળનું મુખ્ય કારણ દેશના વિદેશી હૂંડિયામણ (Foreign Exchange Reserve) ની બચત કરવાનું છે, કારણ કે ભારત મોટી માત્રામાં સોનું આયાત કરે છે જેની ચૂકવણી ડોલરમાં કરવી પડે છે.
MCX અને વાયદા બજારમાં કિંમતો તૂટી
પીએમ મોદીના આ નિવેદન બાદ સોમવારે જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે સોનાના ભાવમાં આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 જૂનની એક્સપાયરી વાળું 24 કેરેટ સોનું જે ગયા સપ્તાહના છેલ્લા દિવસે ₹1,52,530 પર બંધ થયું હતું, તે સોમવારે કારોબાર શરૂ થતાં જ સીધું ₹1,51,500 પર આવી ગયું હતું. માત્ર થોડા જ કલાકોમાં સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,030 જેટલું સસ્તું થઈ ગયું છે. જાન્યુઆરી 2026 માં જ્યારે સોનું ₹2,02,984 ના તેના ઓલ-ટાઇમ હાઇ લેવલ પર હતું, તેની સરખામણીએ અત્યારે સોનું ₹50,000 થી પણ વધુ સસ્તું મળી રહ્યું છે.
સ્થાનિક બજાર અને IBJA ના નવા દરો
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડેટા મુજબ, સ્થાનિક હાજર બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સોનું શુક્રવારના બંધ ભાવ ₹1,51,078 ની સરખામણીએ આજે ₹1,50,277 પર ખુલ્યું હતું, એટલે કે ₹801 નો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, ગ્રાહકોએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે, આ ભાવમાં મેકિંગ ચાર્જ અને 3% GST (ગોલ્ડ જીએસટી) સામેલ હોતા નથી. જ્યારે તમે શોરૂમ પર દાગીના ખરીદવા જશો ત્યારે આ ટેક્સ અને મજૂરી ખર્ચ ઉમેરાતા ફાઇનલ બિલ થોડું વધારે આવી શકે છે.
પ્રધાનમંત્રીએ લોકોને કેમ આપી સોનું ન ખરીદવાની સલાહ?: જાણો મોદી એક તીરથી કેવી રીતે લગાવી રહ્યાં છે અનેક નિશાન
ચાંદીના ભાવમાં જોવા મળી ઉલટી ચાલ
એક તરફ જ્યાં સોનાના ભાવમાં ગાબડું પડ્યું છે, બીજી તરફ ચાંદીના ભાવમાં અણધાર્યો ઉછાળો જોવા મળ્યો છે. MCX પર સોમવારે ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. ગયા સપ્તાહના અંતે ₹2,61,922 પર બંધ થયેલી ચાંદી સોમવારે ₹3,000 વધીને ₹2,64,922 પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. જોકે, સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ સ્થિર અથવા મામૂલી ઘટાડા સાથે ₹2,55,300 પર જોવા મળ્યા હતા. રોકાણકારો અત્યારે સોના અને ચાંદી વચ્ચેના આ ભાવ તફાવતને ખૂબ જ બારીકાઈથી જોઈ રહ્યા છે.
શેરબજારમાં 'બ્લેક મન્ડે': માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 944 પોઈન્ટ તૂટ્યો, PM મોદીની અપીલ અને ક્રૂડના ભાવ વધતા રોકાણકારોમાં ફફડાટ
આજના સોનાના લેટેસ્ટ ભાવ (પ્રતિ 10 ગ્રામ):
સોનાની ગુણવત્તા | આજના તાજા ભાવ (રૂપિયામાં) |
|---|---|
24 કેરેટ (શુદ્ધ સોનું) | ₹1,50,277 |
22 કેરેટ (દાગીના માટે) | ₹1,46,670 |
20 કેરેટ | ₹1,33,750 |
18 કેરેટ | ₹1,21,720 |
14 કેરેટ | ₹96,930 |





