Home International Pm Modi Addressed Media Before Budget Session

બજેટ પહેલાં પીએમ મોદીના સંકેત : બજેટમાં મધ્યમ વર્ગને મળી શકે છે મોટી રાહત

બજેટ પહેલાં પીએમ મોદીના સંકેત
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2025, 03:23 AM IST

નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે સતત આઠમી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમ વર્ગ માટે કોઈ મોટી યોજનાની જાહેરાત કરી શકે છે. અગાઉ, પીએમ મોદીએ 31 જાન્યુઆરીએ મહા લક્ષ્મી મંત્રનું આહ્વાન કરીને કહ્યું હતું તેઓ પ્રાર્થના કરે છે કે મા ગરીબ અને મધ્યમ વર્ગ પર તેમના આશીર્વાદ આર્પે. સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. તે 31 જાન્યુઆરી 2025થી 13 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે.

સત્ર પહેલાં શું કહ્યું પીએમ મોદીએ?
નવા સત્રની શરૂઆત પહેલા મીડિયાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, હું ધન અને સમૃદ્ધિની દેવી મા લક્ષ્મીને નમન કરું છું. વધુમાં કહ્યું "હું પ્રાર્થના કરું છું કે દેવી લક્ષ્મી દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર તેમના આશીર્વાદ વરસાવે"

જે પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ સંબોધન કર્યું અને કહ્યું કે સરકાર મધ્યમ વર્ગનું પોતાનું ઘર બનાવવાનું સપનું પૂરું કરવા માટે પ્રતિબદ્ધ છે. મોદી સરકારના ત્રીજા પૂર્ણ બજેટના એક દિવસ પહેલા પીએમના નિવેદનને એ સંકેત તરીકે માનવામાં આવી છે કે બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે કંઈક ફાયદાકારક હશે.

સરકાર ટેક્સ અંગે કરી શકે છે મોટી જાહેરાત
મધ્યમ વર્ગના બોજને ઘટાડવા માટે સરકારે નાણાકીય વર્ષ 2024-25માં નવો ટેક્સ સ્લેબ રજૂ કર્યો હતો જે પછી એવી પણ ચર્ચા હતી કે સરકાર ટેક્સ સ્લેબ વધુ સુધારા કરી શકે છે. આશા છે કે 30 ટકા ટેક્સ સ્લેબ વર્તમાન રૂ. 15 લાખથી વધારીને રૂ. 20 લાખથી વધુ કરી શકાય છે. નવા આવકવેરા સ્લેબ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now