પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલ પર દેશને સંબોધિત કર્યો. તેમણે કહ્યું કે મહિલા અનામત પસાર કરાવી શક્યા નહીં, તે માટે હું તમામ મહિલાઓની માફી માંગુ છું. કોંગ્રેસ, ડીએમકે, સપા જેવા પક્ષોની સ્વાર્થી રાજનીતિનું નુકસાન દેશની મહિલાને ભોગવવું પડ્યું છે. વિપક્ષ મહિલાઓ પાસેથી તેમનો અધિકાર છીનવીને ટેબલ થપથપાવતા હતા. આ ટેબલ પર થાપ નહોતી તે મહિલાના સ્વાભિમાન પર ઈજા હતી. મહિલા બધું ભૂલી જાય છે પણ અપમાન નથી ભૂલતી. દેશની મહિલા જ્યારે પણ પોતાના ક્ષેત્રમાં આ નેતાઓને જોશે ત્યારે યાદ કરશે કે આ લોકોએ જ મહિલા અનામત રોકવાની ઉજવણી કરી હતી.
PMએ કહ્યું, જે પક્ષોએ બિલનો વિરોધ કર્યો, તેમને હું સ્પષ્ટપણે કહીશ કે આ લોકો મહિલા શક્તિને હળવાશથી લઈ રહ્યા છે. તેઓ ભૂલી રહ્યા છે કે 21મી સદીની મહિલા બધા પર નજર રાખી રહી છે. મહિલા અનામતને રોકીને વિપક્ષે જે પાપ કર્યું છે, તેની તેમને સજા ચોક્કસ મળશે. આ પક્ષોએ બંધારણ નિર્માતાઓની ભાવનાઓનું અપમાન કર્યું છે
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીનાં વાર પર BJPનો પલટવાર : 'મહિલાઓને અધિકાર ના મળવાનો કોંગ્રેસે મનાવ્યો ઉત્સવ'
PMએ કહ્યું, આ બિલ સમયની માંગ છે. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, બધા રાજ્યોની મહિલા શક્તિમાં સમાન વધારો કરવાનો પ્રયાસ હતો. રાજ્યની વસતી ગમે તેવી હોય, બધાની સમાન પ્રમાણમાં શક્તિ વધારવાનો પ્રયાસ હતો. આ પ્રામાણિક પ્રયાસની કોંગ્રેસ અને તેના સહયોગીઓએ ગૃહમાં આખા દેશ સામે ભ્રૂણહત્યા કરી દીધી છે. આ ભ્રૂણહત્યા માટે આખો વિપક્ષ ગુનેગાર છે. તેઓ દેશના બંધારણના અપરાધી છે. નારી શક્તિના અપરાધી છે. કોંગ્રેસ મહિલા આરક્ષણથી જ નફરત કરે છે. તેમણે હંમેશા તેને રોક્યું છે. આ વખતે પણ કોંગ્રેસ અને સાથી પક્ષોએ મહિલા આરક્ષણને રોકવા માટે એક પછી એક નવા જૂઠાણાનો સહારો લીધો.
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પ્રહાર : મહિલા આરક્ષણ નહીં, લોકશાહીની લડાઈ હતી
PMએ કહ્યું, આ બિલને રોકીને તેમણે રાજકીય ષડયંત્ર કર્યું છે. બધા વિપક્ષ આટલા વર્ષોથી દર વખતે એ જ બહાના બનાવતા આવ્યા છે.દેશ તેમની પેટર્ન સમજી ચૂક્યો છે. આ બિલના વિરોધનું મોટું કારણ છે કે આ પરિવારવાદી પક્ષોનો ડર. તેમને ડર છે કે મહિલા સશક્ત થઈ તો તેમની પાર્ટી ખતરામાં આવી જશે. તેઓ નહીં ઈચ્છે કે તેમના પરિવારની બહારની મહિલાઓ આગળ વધે.
PMએ કહ્યું, આ મહિલાઓ દેશની સેવા કરવા માંગે છે પરંતુ પરિવારવાદીઓના મનમાં અસુરક્ષાની ભાવના બેઠી છે. સીમાંકન પછી મહિલાઓનું કદ વધતું હોવાથી તેમણે બિલનો વિરોધ કર્યો. આ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની રાજનીતિ અંગ્રેજો પાસેથી વારસામાં મળી છે.





