Home Business Pidilite Industries Share Zoom Over 9 Percent Intrady Expert Look 35 Percent Upside

અત્યારે 9 ટકા પરંતુ ભવિષ્યમાં 35 ટકા ગ્રોથ આ શેરમાં : એક્સપર્ટ બોલ્યા ખરીદીલો

અત્યારે 9 ટકા પરંતુ ભવિષ્યમાં 35 ટકા ગ્રોથ આ શેરમાં
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 04:39 PM IST

ફેવિકોલની મેન્યુફેક્ચરિંગ કંપની પિડલાઈટના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા પછી, તેના શેરમાં 9 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. હવે એક્સપર્ટ્સનું કહેવું છે કે આ શેરમાં 35 ટકા વધુ ઉછાળો આવવાની શક્યતા છે. એટલે કે જો તમે એક્સપર્ટની વાત માનો અત્યારથી જ આ શેયર ખરીદીને 35 ટકા સુધીનો નફો મેળવી શકો છો.  પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝે ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 557 કરોડનો નફો કર્યો છે. જે ગત વર્ષ કરતાં 9 ટકા વધુ છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 3,368.91 કરોડની હતી, જે ગત કરતાં લગભગ 8 ટકા વધુ છે. ગ્રોસ માર્જિનમાં વાર્ષિક ધોરણે 100 બેસિસ પોઈન્ટ્સનો સુધારો થયો છે, જ્યારે EBITDAમાર્જિન Q3 FY24માં 25.1 ટકા પર આવ્યો હતો. ગત વર્ષની સરખામણીએ વેચાણ 9 ટકા વધીને 3,357 કરોડ રૂપિયા થયું છે.

શું કહ્યું નુવામાએ?
પિડિલાઇટે Q3 FY25માં આવક અને EBITDAમાં આશા અનુસાર ઘણુ સારુ પરફોર્મ કર્યું. વાર્ષિક ધોરણે કુલ ક્વોંટિટિમાં વૃદ્ધિ 9.7 ટકા રહી છે. નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે જણાવ્યું કે C2B વોલ્યુમ્સ વાર્ષિક ધોરણે 7.3 ટકા વધ્યા છે, જ્યારે B2B સેગમેન્ટે તેનો વિકાસ દર જાળવી રાખ્યો છે, જેમાં ટેક્નોલોજી અને પ્રોજેક્ટ્સ વર્ટિકલના નેતૃત્વમાં 21.7 ટકા વૃદ્ધિ છે.

5 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો
ત્રીજા ક્વાર્ટરના પરિણામો પછી ગુરુવારે પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો શેર 9 ટકા વધીને રૂ. 2,996 પર પહોંચ્યો હતો અને તેની કુલ માર્કેટ મૂડી 1.51 લાખ કરોડ થઈ હતી. જોકે, તે 5.39 ટકા વધીને રૂ. 2,903.25 પર બંધ થયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now