Home Business Pf Pf Interest Epfo Pf Calculator Epf Interest Provident Fund Pf Interest Calculator Business News Epfo Employee

PF ધારકો માટે મોટી ખુશખબરી! : આ દિવસે તમારા ખાતામાં જમા થશે તગડું વ્યાજ, જાણો કરોડો કર્મચારીઓને કઈ રીતે થશે લાભ

PF ધારકો માટે મોટી ખુશખબરી!
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 09:02 AM IST

દેશના કરોડો PF ધારકો માટે ખુશીના સમાચાર

આ વર્ષે તમને મળશે 8.25% વ્યાજ

જાણો તમારા ખાતામાં ક્યારે જમા થશે વ્યાજ

PF Interest : PF એટલેકે, પ્રોવિડન્ટ ફંડ (Provident Fund). વર્ષોથી આ શબ્દએ કરોડો કર્મચારીઓ એટેલેક, નોકરિયાત વર્ગ માટે બચતનો પર્યાય રહ્યો છે. ત્યારે EPFO વિભાગ દ્વારા એક મોટું અપડેટ આપવામાં આવ્યું છે. જેની સીધી અસર કરોડો PF ધારકો પર પડશે. દરેક કર્મચારી એ વાતની રાહ જોઈ રહ્યો હોય છેકે, તેના ખાતામાં PFનું વ્યાજ ક્યારે જમા થાય. ત્યારે સ્વભાવિક રીતે તમે પણ તમારા PF ખાતામાં વ્યાજની રકમ ક્યારે આવશે તેની રાહ જોતા હશો. તો આ સમાચાર તમારા માટે મોટી ખુશખબરીથી કમ નથી. જાણો કયા દિવસે તમારા ખાતામાં જમા થશે વ્યાજની તગડી રકમ.

દેશના કરોડો કર્મચારીઓને થશે સીધો લાભઃ

દર વર્ષે કર્મચારીઓ આતુરતાથી રાહ જુએ છે કે તેમના PF ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે અને કેટલું મળશે. આ દરમિયાન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો સીધો લાભ દેશભરના કરોડો પગારદાર કર્મચારીઓને મળવાનો છે. જો તમે પણ એક કર્મચારી છો અને તમારા પગારમાંથી પણ PFની રકમ કપાય છે તો હાલના સમયમાં આ સમાચાર તમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે.

ક્યારે તમારા ખાતામાં જમા થશે વ્યાજની રકમ?

તાજેતરમાં EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે નાણાકીય વર્ષ 2025-26 માટે PF થાપણો પર 8.25 ટકા વ્યાજ દર આપવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત પછી હવે કરોડો કર્મચારીઓ જાણવા માંગે છે કે આ વ્યાજની રકમ તેમના PF ખાતામાં ક્યારે જમા થશે. હાલમાં વ્યાજ દર નક્કી કરવાની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે આ નિર્ણયને અંતિમ મંજૂરી મળ્યા પછી PF ખાતાઓમાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં 2 થી 3 મહિનાનો સમય લાગી શકે છે.

પહેલાં ક્યારે જમા થતી હતી વ્યાજની રકમ?

અગાઉના વર્ષોના અનુભવ પ્રમાણે ઘણી વખત PF વ્યાજ જુલાઈ અથવા ઓગસ્ટ સુધીમાં ખાતાઓમાં ક્રેડિટ થવાનું શરૂ થાય છે. નોંધનીય વાત એ છે કે વ્યાજ એક જ દિવસમાં બધા PF ખાતાઓમાં જમા થતું નથી, પરંતુ તબક્કાવાર રીતે ક્રેડિટ કરવામાં આવે છે.

PF વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે?

EPF યોજનાના નિયમો મુજબ PF પર મળતું વ્યાજ મન્થલી રનિંગ બેલેન્સના આધારે ગણવામાં આવે છે. એટલે કે, વર્ષ દરમિયાન તમારા ખાતામાં જેટલી રકમ રહી હોય અને તેમાં થયેલા તમામ લેવડદેવડને ધ્યાનમાં લઈને વ્યાજની ગણતરી કરવામાં આવે છે.

પાછલા વર્ષના બેલેન્સ પર મળે છે આખા વર્ષની વ્યાજઃ

નાણાકીય વર્ષના અંતે તમારા PF ખાતામાં જે બેલેન્સ હોય છે, તેના પર આખા 12 મહિના માટે વ્યાજ મળે છે. પરંતુ જો તમે વર્ષ દરમિયાન કોઈ રકમ ઉપાડી હોય તો તે ઉપાડેલી રકમને બાદ કરીને જ વ્યાજની ગણતરી કરવામાં આવે છે.

વચગાળામાં ઉપાડેલી રકમ પર શું નિયમ છે?

જો તમે નાણાકીય વર્ષ દરમિયાન PFમાંથી પૈસા ઉપાડ્યા હોય, તો તે રકમ પર ઉપાડના પહેલાના મહિના સુધી જ વ્યાજ આપવામાં આવે છે. બીજી તરફ, જો વર્ષ દરમિયાન નવી રકમ PF ખાતામાં જમા થાય છે, તો તેના પર જમા થયેલા મહિના પછીના પ્રથમ દિવસથી 31 માર્ચ સુધી વ્યાજ આપવામાં આવે છે.

PF કેમ છે કર્મચારીઓ માટે ફાયદાકારક?

EPF યોજના પગારદાર કર્મચારીઓ માટે સુરક્ષિત અને લાંબા ગાળાની બચતનું મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે. PF પર મળતું વ્યાજ ઘણી અન્ય બચત યોજનાઓ કરતાં વધુ આકર્ષક હોય છે. આ કારણે ઘણા લોકો માટે PF ભવિષ્યની આર્થિક સુરક્ષાનું મજબૂત આધારસ્તંભ બની ગયું છે.

કુલ મળીને જોવામાં આવે તો આ વર્ષે 8.25% વ્યાજ દર PF ધારકો માટે રાહતભર્યા સમાચાર સમાન છે. હવે કર્મચારીઓએ માત્ર થોડો સમય રાહ જોવી પડશે, ત્યારબાદ આ વ્યાજની રકમ તેમના PF ખાતામાં જમા થવાનું શરૂ થઈ જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now