Home Business Petrol Diesel Prices 12 May 2026 Coastal Cities Latest Rates List

પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાયા! : જાણો શું છે તમારા શહેરમાં ઈંધણનો ભાવ?

Petrol-Diesel Prices Today
Published by: Nirali Gohil
Last Updated: May 12, 2026, 04:01 AM IST

Petrol-Diesel Prices Today: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોવા મળી રહેલી સતત વધઘટ વચ્ચે ભારતીય તેલ કંપનીઓએ આજે, 12 મે 2026ના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને તેલના ઉત્પાદનમાં કાપની ચર્ચાઓ વચ્ચે ભારતીય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે, આજે પણ દેશના મુખ્ય મહાનગરોમાં ઈંધણના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા ભાવમાં કોઈ મોટો ફેરફાર ન કરાતા મધ્યમ વર્ગના ખિસ્સા પર હાલ કોઈ વધારાનો બોજ પડ્યો નથી.

ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકાથી વધુ તેલ આયાત કરે છે, તેથી વૈશ્વિક કિંમતોમાં સામાન્ય વધારો પણ અહીં મોટી અસર કરે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને તેલ વિતરણ કંપનીઓએ ભાવમાં સ્થિરતા જાળવી રાખી છે. નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં જો ક્રૂડના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે, તો આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે ભાવમાં સુધારો જોવા મળી શકે છે. ચાલો જાણીએ આજના દિવસે દેશના મુખ્ય શહેરોમાં ઈંધણની કિંમતો શું છે.

આ પણ વાંચો: દેશને AI માટે કેવી રીતે તૈયાર કરી રહ્યું છે Adani Group? : ગૌતમ અદાણીએ જણાવ્યો 'માસ્ટર પ્લાન'!

મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

શહેર (Coastal)

પેટ્રોલ (₹/લિટર)

ડીઝલ (₹/લિટર)

રાજ્ય

મુંબઈ

103.44

89.97

મહારાષ્ટ્ર

ચેન્નાઈ

100.75

92.34

તમિલનાડુ

કોલકાતા

103.94

90.76

પશ્ચિમ બંગાળ

સુરત

96.38

92.12

ગુજરાત

વિશાખાપટ્ટનમ

94.15

88.42

આંધ્રપ્રદેશ

કોચી

105.72

94.63

કેરળ

પણજી

95.23

87.55

ગોવા

કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ?

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે ૬ વાગ્યે તેલ કંપનીઓ દ્વારા અપડેટ કરવામાં આવે છે. આ ભાવ નક્કી કરવા માટે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત અને ડોલર સામે રૂપિયાના મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારોનો વેટ (Value Added Tax) ઉમેરાયા બાદ રિટેલ ભાવ નક્કી થાય છે. જે રાજ્યોમાં વેટ દર ઊંચા હોય છે, ત્યાં ઈંધણ મોંઘું જોવા મળે છે.

તમારા શહેરનો ભાવ ઘરે બેઠા કેવી રીતે જાણશો?

તમે માત્ર એક SMS દ્વારા પણ તમારા શહેરના લેટેસ્ટ ભાવ જાણી શકો છો:

  1. Indian Oil: 'RSP Dealer Code' લખીને 9224992249 પર મોકલો.

  2. HPCL: 'HPPRICE Dealer Code' લખીને 9222201122 પર મોકલો.

  3. BPCL: 'RSP Dealer Code' લખીને 9223112222 પર મોકલો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now