logo-img
Petrol Diesel Price Today 20 August Check Latest Rate Your City

Petrol-Diesel Price Today : જાણો આજે એક લીટર પેટ્રોલ ડીઝલ કેટલા રૂપિયામાં મળશે?

Petrol-Diesel Price Today
Published by: Offbeat Team
| Last Updated: Aug 20, 2025, 02:42 AM IST

Petrol-Diesel Price Today: તેલ કંપનીઓએ 20 ઑગસ્ટ 2025 માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. 20 ઑગસ્ટ 2025ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એવા જ છે અને તેમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છેકે, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...

આ બાબત ઓઈલ સેક્ટર માટે હાલ મોટા સમાચાર છે. વાહન ચાલકોને પણ આ સમાચારોથી સીધી અસર થતી હોય છે. જો કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થઈ શકે છે. પરંતુ હાલમાં કેન્દ્રીય તેલ કંપનીઓ દ્વારા આવી કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. જો કે ઓઈલ કંપનીઓએ માર્ચમાં સામાન્ય લોકો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા કર્યા હતા, પરંતુ ત્યારથી કોઈ રાહત મળી નથી.

મહાનગરોમાં તેલના ભાવ-

દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમતની વાત કરીએ તો તે 94.77 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય મુંબઈમાં પેટ્રોલની પ્રતિ લીટર કિંમત 103.50 રૂપિયા અને ડીઝલની પ્રતિ લીટર કિંમત 90.03 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.02 રૂપિયા છે. છેલ્લે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100.80 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.39 રૂપિયા પ્રતિ લીટર છે.

અમદાવાદ:

પેટ્રોલ: 94.49

ડીઝલ: 90.17

બેંગલુરુ

પેટ્રોલ: 102.92

ડીઝલ: 90.99

લખનઉ

પેટ્રોલ: 94.70

ડીઝલ: 87.83

ચંદીગઢ

પેટ્રોલ: 94.30

ડીઝલ: 82.45

પટના

પેટ્રોલ: 105.23

ડીઝલ: 91.49

છેલ્લે માર્ચમાં કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતોઃ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2-2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ કોઈ મોટી રાહત આપવામાં આવી નથી. જો કે, લોકો કેન્દ્રીય તેલ કંપનીઓ પાસેથી રાહતની અપેક્ષા રાખે છે.

કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?

પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.

1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ

2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત

3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ

4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?

1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.

2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.

3) કંપનીઓ: તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.

4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.

આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-

તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

OMCs કિંમતો બહાર પાડે છે-

તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now