Home Business Sbi Hike Home Loan Interest Amid By 25 Basis Point

ઘર ખરીદવું હવે થશે મોંઘુ : SBIએ હોમ લોનના વ્યાજ દરમાં કર્યો વધારો

ઘર ખરીદવું હવે થશે મોંઘુ
Published by: OBS Bureau
Last Updated: Aug 17, 2025, 06:53 AM IST

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ હોમ લોન વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે બેંકનો હોમ લોન વ્યાજ દર 7.50% થી 8.70% વચ્ચે રહેશે, જ્યારે અગાઉ તે 7.50% થી 8.45% હતો. નીચલી મર્યાદા એ જ છે પરંતુ ઉપલી મર્યાદા 0.25% વધી છે.

બેંકનો આ નિર્ણય ફક્ત નવા હોમ લોન ગ્રાહકો માટે લાગુ થશે. નિષ્ણાતો માને છે કે ખાસ કરીને જેમનો ક્રેડિટ સ્કોર ઓછો છે, તેમને વધારાનો વ્યાજ દર ચૂકવવો પડશે.

હાલમાં અન્ય બેંકોના વ્યાજ દર:

  • યુનિયન બેંક: 7.45%

  • ICICI Bank: 8%

  • HDFC: 7.90%

  • Axis Bank: 8.35%

આ વધારો ત્યારે આવ્યો છે જ્યારે RBI છેલ્લા કેટલાક મહિનાથી રેપો રેટમાં ઘટાડો કરીને લોકોને રાહત આપવાનો પ્રયત્ન કરી રહી છે. વિશેષજ્ઞોના અનુમાન મુજબ SBI પછી અન્ય જાહેર ક્ષેત્રની બેંકો પણ વ્યાજ દર વધારી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now