Home Business Share Market Vikram Solar Ipo Check Gmp Subscription

બમ્પર રિટર્ન આપવા તૈયાર Vikram Solar IPO GMP! : ઇન્વેસ્ટરો માટે ગુડ ન્યૂઝ, સારા GMP સાથે 4 દિગ્ગજ ફર્મે આપ્યું Subscribe રેટિંગ

બમ્પર રિટર્ન આપવા તૈયાર Vikram Solar IPO GMP!
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 06:33 AM IST

ફોટોવોલ્ટેઇક મોડ્યુલ મેકર્સ વિક્રમ સોલાર (Vikram Solar GMP ) નો 2,079.37 કરોડ રૂપીયાનો આઈપીઓ મંગળવાર, 19 ઓગસ્ટના રોજ ખૂલી ગયો અને 21 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે. ઘણી બ્રોકરેજ ફર્મે કંપનીની મજબૂત ઓર્ડર બુક , કેપીસીટી વધારવાના પ્લાન્સ, સહાયક સરકારી યોજનાઓ અને સોલર સેક્ટર્સમાં ગ્રોથને ટેકો આપતી નીતિઓને ટાંકીને આ આઈપીઓને 'Subscribe' રેટિંગ આપ્યું છે.

આ બ્રોકરેજ ફર્મ્સમાં રિલાયન્સ સિક્યોરિટીઝ, SBI સિક્યોરિટીઝ, સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ અને અરિહંત કેપિટલનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે સોલાર વિક્રમનો સ્ટોક ગ્રે માર્કેટમાં પણ સારા પ્રીમિયમ (GMP) પર ચાલી રહ્યો છે.


વિક્રમ સોલાર IPO વિગતો

વિક્રમ સોલારનો IPO મેઈનબોર્ડ કેટેગરીનો છે. તેના IPOમાં પ્રાઇસ બેન્ડ 315-332 રૂપિયા છે, ત્યારે આની લોટ સાઈઝ 45 શેરની છે. તેનું લિસ્ટિંગ 26 ઓગસ્ટના રોજ BSE અને NSE પર થશે.


વિક્રમ સોલાર IPO GMP

ઇન્વેસ્ટોર્ગેનના અનુસાર, વિક્રમ સોલારનો વર્તમાન GMP 54 રૂપિયા છે. એટલે કે, જો તેના IPOમાં શેરની ફાઇન પ્રાઇઝ 332 રૂપિયા નક્કી કરવામાં આવે તો પણ, વર્તમાન GMPના આધારે 386 રૂપિયા પર લિસ્ટિંગ થઈ શકે છે, એટલે કે, 16%થી વધુ પ્રીમિયમ સાથે. પરંતુ ધ્યાન રાખો કે કોઈપણ કંપનીનો GMP તેના લિસ્ટિંગ સુધી વધી કે ઘટી શકે છે.


વિક્રમ સોલારની ભાવિ યોજના શું છે?

વિક્રમ સોલારની ભાવિ યોજના નાણાકીય વર્ષ 26 સુધીમાં તેની સ્થાપિત સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા લગભગ ચાર ગણી વધારીને 15.5 GW કરવાની છે. એનલિસ્ટ્સનું માનવું છે કે કેપીસીટી વધારા અને મજબૂત ઘરેલુ માંગને કારણે ઝડપી ગ્રોથ થવાની આશા છે, જેને PM સૂર્ય ઘર મફત વીજળી યોજના, PM કુસુમ, ALMM જેવી યોજનાઓ દ્વારા સપોર્ટ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now