Petrol-Diesel Prices Today રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અપડેટ કરવામાં આવી છે. આજે એટલે કે 10 ડિસેમ્બરની લેટેસ્ટ અપડેટ અનુસાર સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચાં તેલની કિંમતોમાં વધ-ઘટ જોવા મળી રહી છે. ચાલો જાણીએ મહાનગરોમાં શું છે પેટ્રોલ અને ડીઝલની કિંમત?
કાચા તેલની કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 72.12 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ 68.34 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જો આપણે ભારતની વાત કરીએ તો, સરકારી તેલ કંપનીઓએ આજે 10 ડિસેમ્બર 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
દેશના મહાનગરોમાં પેટ્રોલની કિંમત
નવી દિલ્હી 94.77 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ 103.44 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા 104.95 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ 100.80 રૂપિયા પ્રતિ લિટર
દેશના મહાનગરોમાં ડીઝલની કિંમત
નવી દિલ્હી 87.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ 89.97 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા 91.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ 92.39 રૂપિયા પ્રતિ લિટર
ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલની કિંમત
અમદાવાદ 94.85 રૂપિયા પ્રતિ લિટર
વડોદરા 94.15 રૂપિયા પ્રતિ લિટર
રાજકોટ 94.27 રૂપિયા પ્રતિ લિટર
સુરત 94.57 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગર 94.62 રૂપિયા પ્રતિ લિટર
ગુજરાતના મહાનગરોમાં ડીઝલની કિંમત
અમદાવાદ 90.52 રૂપિયા પ્રતિ લિટર
વડોદરા 89.82 રૂપિયા પ્રતિ લિટર
રાજકોટ 89.96 રૂપિયા પ્રતિ લિટર
સુરત 90.26 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગર 90.29 રૂપિયા પ્રતિ લિટર
છેલ્લે માર્ચમાં કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતોઃ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2-2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ કોઈ મોટી રાહત આપવામાં આવી નથી. જો કે, લોકો કેન્દ્રીય તેલ કંપનીઓ પાસેથી રાહતની અપેક્ષા રાખે છે.
કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.
તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.
આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.
OMCs કિંમતો બહાર પાડે છે
તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.





















