Home Business Petrol Diesel Fresh Prices Announced Check Rates In Your City

Petrol-Diesel Prices Today : આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોવા મળ્યો ફેરફાર, જાણો તમારા શહેરમાં શું છે કિમત

Petrol-Diesel Prices Today
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2024, 06:35 AM IST

Petrol-Diesel Prices Today:  ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચાં તેલની કિંમત ફરી એક વખત ઘટવા લાગ્યા છે. આજે બ્રેન્ટ ક્રૂડ 71.33 ડોલર પ્રતિ બેરલ છે. જ્યારે WTI ક્રૂડ 67.40 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે ભારતની વાત કરવામાં આવે તો સરકારી તેલ કંપનીઓએ આજે 9 ડિસેમ્બર 2024ના રોજ પણ બધા મહાનગરોમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત અથાવત રાખી છે.

રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અપડેટ કરવામાં આવી છે. આજે એટલે કે 9 ડિસેમ્બરની લેટેસ્ટ અપડેટ અનુસાર સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચાં તેલની કિંમતોમાં વધ-ઘટ જોવા મળી રહી છે. ચાલો જાણીએ મહાનગરોમાં શું છે પેટ્રોલ અને ડીઝલની કિંમત?

કાચાં તેલની કિંમત

ઈન્ટરનેશન માર્કેટમાં બ્રેન્ડ ક્રૂડ 71.33 ડોલર પ્રતિ બેરલ છે, જ્યારે WTI ક્રૂડ 67.40 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે ભારતની વાત કરવામાં આવે તો સરકારી તેલ કંપનીઓએ આજે 9 ડિસેમ્બર 2024ના રોજ પણ બધા મહાનગરોમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત અથાવત રાખી છે.

દેશના મહાનગરોમાં પેટ્રોલની કિંમત

નવી દિલ્હી  94.77 રૂપિયા પ્રતિ લિટર

મુંબઈ  103.50 રૂપિયા પ્રતિ લિટર

કોલકાતા 105.01 રૂપિયા પ્રતિ લિટર

ચેન્નઈ 100.80 રૂપિયા પ્રતિ લિટર

દેશના મહાનગરોમાં ડીઝલની કિંમત

નવી દિલ્હી 87.67 રૂપિયા પ્રતિ લિટર

મુંબઈ 90.03 રૂપિયા પ્રતિ લિટર

કોલકાતા 91.82 રૂપિયા પ્રતિ લિટર

ચેન્નઈ 92.39 રૂપિયા પ્રતિ લિટર

ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલની કિંમત

અમદાવાદ  94.49 રૂપિયા પ્રતિ લિટર

વડોદરા  94.23  રૂપિયા પ્રતિ લિટર

રાજકોટ  94.27 રૂપિયા પ્રતિ લિટર

સુરત  94.23 રૂપિયા પ્રતિ લિટર

ગાંધીનગર 94.77 રૂપિયા પ્રતિ લિટર

ગુજરાતના મહાનગરોમાં ડીઝલની કિંમત

અમદાવાદ  90.16 રૂપિયા પ્રતિ લિટર

વડોદરા  89.90 રૂપિયા પ્રતિ લિટર

રાજકોટ  89.96 રૂપિયા પ્રતિ લિટર

સુરત  90.01 રૂપિયા પ્રતિ લિટર

ગાંધીનગર 90.45 રૂપિયા પ્રતિ લિટર

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ પર આધારિત છે. ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ-અલગ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.

SMS દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત જાણો

નોંધનીય છે કે, રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાદવામાં આવેલા ટેક્સને કારણે અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ અલગ-અલગ છે. તમે તમારા ફોન પરથી SMS દ્વારા દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. તમારા શહેરનો RSP કોડ જાણવા અહીં ક્લિક કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now