Home Gujarat Person Who Created Fake Website Of Salangpur Temple Arrested

સાળંગપુર મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર ઝડપાયો : આરોપીને ઉત્તર પ્રદેશથી દબોચ્યો, સાયબર ક્રાઇમ પોલીસને મળી સફળતા

સાળંગપુર મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 09:32 AM IST

બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે સાળંગપુર હનુમાનજી મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર આરોપીને ઉત્તરપ્રદેશથી દબોચી લીધો છે. ઉત્તરપ્રદેશના અમરજીત અમરસિંહની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે જણાવીએ કે, આરોપી સાળંગપુર મંદિરની ઘર્મ શાળાના નામે ફેક વેબસાઈટ બનાવી રૂમ બુકીંગ બાબતે હરિભક્તો સાથે છેતરપિંડી કરતો હતો.


હરિભક્તો સાથે છેતરપિંડી આચરતો હતો

હરિભક્તોએ સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટમા ફરીયાદ કરતા મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમા ફરીયાદ નોંધાવી હતી. સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપીને તપાસ કરતા આરોપીએ 46 જેટલી ફેક વેબસાઈટ બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


16 ફેક વેબસાઇટ બનાવી હતી

આરોપીએ હોસ્ટિંગર ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને 16 ફેક વેબસાઇટ તથા ડોમેઇન સર્વરનો ઉપયોગ કરી 26 વેબસાઇટો બનાવેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીની વધુ તપાસ માટે રીમાન્ડની માંગણી કરવા કોર્ટમાં રજૂ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now