Home Gujarat Person Booked For Plotting Conspiracy To Defame Her Lover

'તુ મારી નહીં તો કોઈની નહીં' : પ્રેમિકાને બદનામ કરવા શું કર્યું વિકૃત પ્રેમીએ?, જાણો આખી હકિકત

'તુ મારી નહીં તો કોઈની નહીં'
Published by: OBS Bureau
Last Updated: Apr 18, 2025, 06:45 PM IST

અમદાવાદ નારોલમાં પ્રેમમાં પાગલ માનસિક વિકૃત યુવકે યુવતીને બદનામ કરવા માટે કાવતરૂ રચ્યુ હોય તેવી ઘટના સામે આવી છે. યુવતા સાથેના હરવા ફરવાના ફોટોગ્રાફ પાડીને યુવતી સાથે શારીરિક સંબંધની માંગણી કરી હતી. જો કે યુવતીએ પ્રેમી યુવકને સંબંધ રાખવાથી ઈનકાર કરી દેતા પાગલ પ્રેમી યુવકે યુવતીના ફોટોગ્રાફ તેના પરિવારને બતાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને બળજબરી કોર્ટ મેરેજ કર્યા હતા. યુવતીએ હિંમત દાખવીને સમગ્ર હકિકત માતાપિતાને જણાવી દીધા બાદ પરિવારે દીકરીના લગ્ન રાજસ્થાન કરી દીધા હતા. આ વાતની જાણ પાગલ પ્રેમીને થતા તેણે યુવતી સાથેના સંબંધ ધરાવતા હોય તેવા બિભત્સ ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. આ મામલે યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

મૂળ રાજસ્થાનના વતની અને નારોલમાં રહેતી યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસમાં જતી હતી. આ સમયે ક્લાસમાં આવતા યુવક સાથે મિત્રતા બાદ બંને પ્રેમમાં પડી ગયા હતા. આ દરમિયાન યુવક અને યુવતી ઘણીબધી જગ્યાએ ફરવા માટે જતા ત્યારે યુવકે યુવતીના ફોટોગ્રાફ પાડી લીધા હતા. યુવકે સરકારી પરીક્ષાનું ફોર્મ ભરવાના બહાને યુવતીને ઘરે બોલાવી અને તેની સાથે શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કરતા યુવતીએ ઈનકાર કરી દેતા યુવકે ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં અને તેના માતાપિતાને બતાવી દેવાની ધમકી આપીને બળજબરીપૂર્વક યુવતી સાથે સંબંધ બાંધ્યો હતો.

આ દરમિયાન પણ માનસિક વિકૃત યુવકે યુવતીના ન્યૂડ ફોટોગ્રાફ અને વિડીયો પણ ઉતારી લીધો હતો. ત્યારબાદ ધમકી આપતો હતો કે જો તું મારી સાથે લગ્ન નહી કરી તો આ ફોટોગ્રાફ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ, આખરે યુવકની ધમકીને વશ થઈને યુવતીએ યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. બીજા દિવસે જ્યારે કોર્ટમાં સિગ્નેચર કરવા માટે યુવકનો ફોન આવ્યો ત્યારે યુવતીએ ઇનકાર કરી દીધો અને હિંમત રાખીને માતા પિતાને સમગ્ર બાબતે હકીકત જણાવી દીધી હતી. ત્યારબાદ યુવતીના માતા પિતા તેના લગ્ન રાજસ્થાનમાં રહેતા યુવક સાથે કરાવી દીધા હતા. આ વાતની જાણ જ્યારે માનસિક વિકૃત પ્રેમીને થતા તેને યુવતીના નામનું બનાવટી એકાઉન્ટ સોશિયલ મીડિયામાં બનાવ્યું અને બંનેના ફોટોગ્રાફ તેમાં પોસ્ટ કરીને વાયરલ કરી દીધા હતા. આ મામલાની જાણ યુવતી અને તેની સાસરી તથા માતાપિતાને થતાં યુવક વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રાહુલ વાઘેલાની ધરપકડ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now