Home Gujarat Person Arrested In Ahmedabad From Bapunagar For Killing His Own Father

અમદાવાદના બાપુનગરમાં શા માટે : એક પુત્રએ લીધો પિતાનો ભોગ?

અમદાવાદના બાપુનગરમાં શા માટે
Published by: OBS Bureau
Last Updated: Apr 18, 2025, 06:16 PM IST

અમદાવાદના બાપુનગરમાં પુત્રે પિતાનું ગળુ દબાવીને માર મારીને હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે મૃતકની પત્નીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા બા સાથે પુત્ર રોજ દારૂ પીને ઝઘડો કરતો હોવાથી કંટાળીને પૌત્રે પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો બાપુનગરમાં રહેતા આશાબેન શર્મા પરિવાર સાથે રહે છે. જેમાં તેમના પતિ અશોકભાઇ ખાનગી સિક્યુરિટીમાં નોકરી કરતા હતા. તેમજ તેમનો મોટો પુત્ર દિનેશ છુટક મજૂરી કરે છે. છેલ્લા 15 દિવસથી આશાબેન તેમના નાના પુત્ર યતિનના ઘરે રહેવા ગયા હતા. ત્યારે ગત 18 એપ્રિલે આશાબેન સૂતા હતા તે સમયે સવારે પુત્ર દિનેશે જણાવ્યુ કે તુ ઘરે આવ પિતા મરણ ગયેલ છે. જેથી આશાબેન અને તેમનો પુત્ર તાત્કાલિક ઘરે પહોચ્યા હતા. ત્યારે અશોકભાઇ ઘરમાં બેડમાં મરણ ગયેલ હાલતમાં પડ્યા હતા. જેથી પુત્ર દિનેશને પૂછતા જણાવ્યુ કે મારે પિતા સાથે ઝઘડો થયો હતો. જેથી મે તેમને મો, માથામાં અને પેટમાં ફેંટો મારતા તેમનું મોત થયુ છે જણાવીને નાસી ગયો હતો. જેથી આશાબેને સાસુ કમળાબેનને પૂછતા જણાવ્યુ કે મોડી રાત્રે અશોક મારી સાથે ઝઘડો કરતો હતો. તે દરમ્યાન દિનેશ આવ્યો હતો. અને અશોકને કેમ ઝઘડો કરો છો કહીને ગળુ પકડીને માર મારવા લાગ્યો હતો. અને દિનેશે પિતા રોજ રોજ તમારી સાથે ઝઘડો કરે છે એટલે આજે તેમની હત્યા કરી નાખી છે.

જેથી નાના પુત્ર યતિને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. આ અંગે મૃતકની પત્નીએ પુત્ર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોધાવતા ક્રાઇમબ્રાન્ચે આરોપી દિનેશની ધરપકડ કરીને બાપુનગર પોલીસને સોપવાની તજવીજ હાથધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now