Home Gujarat Peoples Feet Are Turning Red In Naroda

નરોડામાં લોકોના પગ થઈ રહ્યાં છે લાલ! : લોકોમાં ભયનો માહોલ, કંપનીઓ હવામાં કેમિકલ્સ છોડી રહી હોવાનો આક્ષેપ

નરોડામાં લોકોના પગ થઈ રહ્યાં છે લાલ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 06:54 AM IST

નરોડા વિસ્તારમાં આવેલી GIDCની અંદર ચાલતી કેટલીક ફેક્ટરીઓ દ્વારા હવામાં કેમિકલ્સ છોડી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો છેલ્લાં ઘણા સમયથી તકલીફોનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે, આ કેમિકલ્સના અસરકારક પદાર્થોના કારણે અનેક લોકોના પગ લાલ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

નરોડામાં કેમિકલ્સથી પગ થી રહ્યાં છે લાલ

રોજિંદી જિંદગી જીવતા લોકો હવે રસ્તા પર ચાલે ત્યારે પણ પગરખાંના અંદરથી ત્વચા પર અસર થતી જોવા મળી રહી છે. કેટલાક લોકોને પગમાં લાલાશ, જલન અને ચામડી ઊતરી જવાની સમસ્યા જોવા મળી રહી છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે, GIDCની કેટલીક ફેક્ટરીઓ રાત્રિના સમયે કે ગુપ્ત રીતે હવામાં ઝેરી રાસાયણિક વાયુઓ છોડી રહી છે, જે લોકોના આરોગ્ય પર સીધા અસર કરી રહી છે.

સ્થાનિકોમાં ભયનો માહોલ

આ મામલાને લઇ સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને તંત્ર તરફથી યોગ્ય પગલાં ન લેવાતા લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યાં છે કે GIDCમાં ચાલતી ફેક્ટરીઓની યોગ્ય તપાસ કરવામાં આવે અને જો કોઈ ફેક્ટરી ગેરકાયદેસર રીતે કેમિકલ હવામાં છોડે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ સમસ્યાને તાત્કાલિક ધોરણે ઉકેલવી જરૂરી છે જેથી નરોડાના રહેવાસીઓને આરોગ્યસંબંધી વધુ નુકસાન ન થાય અને એક સલામત વાતાવરણ મળી રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now