Home Gujarat Peoples Anger Against Mla In Thakkarbapa Area Of Ahmedabad

'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે' : અમદાવાદના ઠક્કરબાપા વિસ્તારમાં લોકોનો MLA સામે રોષ

'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે'
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 05:06 AM IST

MLA Kanchanben Radadiya protests : અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં રોડ, ડ્રેનેજ લાઇન અને વરસાદી પાણીની લાઇન જેવી નાગરિક સુવિધાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને ભાજપની મહિલા ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરુદ્ધ જોરદાર હોબાળો કર્યો હતો અને “કંચનબેન હાય હાય”ના નારા લગાવ્યા હતા

.

“તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે?”

સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે ધારાસભ્ય કંચનબેન રાદડિયા તથા ભાજપના કોર્પોરેટરો વિસ્તારમાં દેખાતા નથી, જ્યારે વર્ષોથી બાકી રહેલી ગટર, ડ્રેનેજ અને રોડની સમસ્યાઓ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કારભાર થયો નથી. કેટલાક રહેવાસીઓએ તીખો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, “તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે? અને ધારાસભ્યને રજૂઆત કરીએ છીએ છતાં કામ થતાં નથી.”

ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ શું કહ્યું?

સ્થાનિકોના આરોપ પ્રમાણે RCC રોડ પર ગુંડાગીરી કરીને ડામર ચોપડી દેવાયો, જેના કારણે બાંધકામની ગુણવત્તા અંગે પણ શંકા ઊભી થઈ છે. લોકો એ ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો આગામી બે મહિનામાં ચૂંટણીમાં તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. આ સમગ્ર વિરોધને પગલે ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ કહ્યું હતું કે લોકો જે રીતે ગટર લાઇન નાખવાની રજૂઆત કરી છે, તે મુજબ જ લાઇન નાખી આપવામાં આવશે અને સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ