અમદાવાદ શહેરમાં નશાની લત ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વેજલપુર અને જુહાપુરા વિસ્તારમાં મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. યુનિક એપાર્ટમેન્ટ પાસેથી ત્રણ પેડલરોને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે આ પેડલરો પાસેથી રૂ. 7.50 લાખનાં 75.080 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બાતમીના આધારે દરોડો
સ્ટેટ મોનિટરિંગ સેલના કે.ટી. કામરિયા તથા તેમની ટીમને બાતમી મળી હતી કે ત્રણ પેડલર રિક્ષામાં મોબાઈલ રીતે એમડી ડ્રગ્સનો જથ્થો લઈ ફરી રહ્યા છે અને ધનિક પરિવારના યુવાનોને નિશાન બનાવી રહ્યા છે. તરત જ ટીમે વેજલપુર વિસ્તારમાં દરોડો પાડી ત્રણેય પેડલરને ઝડપી લીધા હતા.
પકડાયેલા પેડલરોના નામ
જાવેદ જાનમહંમદ મેમણ (ઉ.વ. 38)
રહે. મક્કાનગર, જુહાપુરા, વેજલપુર
સાહિત હમીદભાઈ માલાણી
રહે. કાજલ પાર્ક, જુહાપુરા, વેજલપુર
વસીમ મહંમદ હનીક કાપડીયા (ઉ.વ. 34)
રહે. કાજલ પાર્ક, જુહાપુરા, વેજલપુર
મોટી સપ્લાય ચેન ખુલવાની શક્યતા
આ પેડલરો ડ્રગ્સ બે અલગ-અલગ સપ્લાયરો પાસેથી લાવતાં હતાં અને યુવાધનને નશીલી દવાઓ વેચવાનું ટાર્ગેટ બનાવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે પેડલરો સુધી ડ્રગ્સ મોકલનારાં કેટલાક મોટા સપ્લાયરો પણ જોડાયેલા છે, જેમ કે:
સનવર પાર્ટી (રહે. રસુલાબાદ, શાહઆલમ, ઈશનપુર)
સાબીર (રહે. મિરઝાપુર, અમદાવાદ)
હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ બાદ વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્ક ખુલ્લું પાડવા દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





