Home Gujarat Patrika Kand In Gujarat Congress Leaflet Row Sparks Bjp Setting Allegations Leaders

ગુજરાત કૉંગ્રેસમાં પત્રિકા કાંડ : ભાજપ સાથે સેટિંગનો ગંભીર આરોપ

ગુજરાત કૉંગ્રેસમાં પત્રિકા કાંડ
Published by: OBS Bureau
Last Updated: Apr 24, 2025, 01:38 PM IST

ગુજરાતમાં કૉંગ્રેસનો આંતરિક વિખવાદ જાણે ચરમસીમાએ આવી ગયો છે. કૉંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર કેટલાક લોકોએ પત્રિકાઓનું વિતરણ કરીને પાર્ટીના નેતાઓ પર આરોપ લગાવ્યા છે. અને પત્રિકામાં ભાજપ સાથે સેટિંગ હોવાનો સીધો જ ઉલ્લેખ છે.

આ પત્રિકામાં કૉંગ્રેસના બે નેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમા હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

આપને જણાવી દઈએ કે અગાઉ કૉંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટનામાં ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસ ફરિયાદમાં પણ ભાજપ સાથે સેટિંગ કર્યાનો કૉંગ્રેસના આ બંને નેતાઓ પર આરોપ છે. અને એટલા માટે જ બંને નેતાઓને સસ્પેન્ડ કરવાની પણ માગ કરવામાં આવી છે.

જોકે આ ઘટના પછી હિંમતસિંહ પટેલે તમામ આરોપને ફગાવ્યા છે. અને કેટલાક બની બેઠેલા નેતાઓનું ષડયંત્ર ગણાવ્યું.

આપને જણાવી દઈએ કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં બી.કે. હરિપ્રસાદની આગેવાનીમાં એક બેઠક મળી હતી, અને તે દરમિયાન આ પત્રિકા વિતરણનો મામલો બન્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now