Home Gujarat Patils Reply To Bilawal For Spewing Venom On Indus River Issue

લોહી વહેવાની ધમકી આપતા બિલાવલને પાટીલનો જવાબ : તાકાત હોય તો આવી જા

લોહી વહેવાની ધમકી આપતા બિલાવલને પાટીલનો જવાબ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Apr 28, 2025, 09:10 AM IST

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાનના આતંકીઓ દ્વારા કરાયેલા ભયાનક હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા. આ ઘટના પછી ભારતે પાકિસ્તાન સામે સખત વલણ અપનાવ્યું અને સિંધુ જળસંધિ સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારતના આ પગલાંએ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગઈ છે.

બિલાવલ ભુટ્ટોનું ઉગ્ર નિવેદન: "સિંધુ નદીમાં વહેશે તો પાણી નહિ તો લોહી"

સિંધુ જળસંધિ સ્થગિત થતા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ઉગ્ર નિવેદન આપ્યું. તેમણે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું કે, "સિંધુ નદીમાં ક્યાં તો પાકિસ્તાનનું પાણી વહેશે કે ક્યાંતો ભારતીયોનું લોહી."

બિલાવલને મક્કમ જવાબ: "અમે ધમકીઓથી ડરતા નથી"

બિલાવલના આ ઝેરી નિવેદન બાદ, સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભારતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જવાબ આપ્યો. "અમે લુખ્ખી ધમકીઓથી ક્યારેય નથી ડરતા. જો તાકાત હોય તો આવી જા.

સિંધુ જળસંધિ પર ભારતનો ઐતિહાસિક નિર્ણય

આ પગલાંથી પાકિસ્તાનના કૃષિ, પીવાનું પાણી અને વીજ ઉત્પાદન પર ગંભીર અસર પડશે. સિંધુ નદીના જળવાયુ વ્યવસ્થાપન માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં કરાર થયો હતો, જે ત્રણ યુદ્ધો બાદ પણ અવિભાજિત રહ્યો હતો. પરંતુ હવે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આંતકવાદ અને શાંતિ સાથે જોડાયેલા સંબંધો સાથે સહઅસ્તિત્વ શક્ય નથી.

વિશ્વ માટે સ્પષ્ટ સંદેશ: આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અધ્યક્ષતા હેઠળની સુરક્ષા પરિષદે પાંચ મોટા પગલાં લીધા છે, જેમાં સિંધુ જળસંધિ સ્થગિત કરવી સૌથી મહત્વપૂર્ણ છે.
આ નિર્ણય દ્વારા ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સંદેશો આપ્યો છે કે, આગળથી પાકિસ્તાન સાથે સંબંધો હોય તો પણ, તેમાં આતંકવાદ માટે કોઈ જગ્યો નહિ હોય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now