Home Gujarat Patidar Leaders Reaction To Runaway Marriage Practice

ભાગેડુ લગ્ન પ્રથાને લઈને પાટીદાર અગ્રણીઓના આકરા તેવર : ગાંધીનગરમાં CM ને મળવા પહોંચ્યાં, કરશે ઉગ્ર રજૂઆત

ભાગેડુ લગ્ન પ્રથાને લઈને પાટીદાર અગ્રણીઓના આકરા તેવર
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 08:19 AM IST

ગુજરાતમાં ભાગેડું લગ્ન પ્રથાને લઈ અનેકવાર વિરોધના સૂર ઉઠ્યા છે. મહેસાણા હોય કે, બોટાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ મુદ્દે વિવિધ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી ચુકી છે. ત્યારે આ મુદ્દો દિવસેને દિવસે વધુ ચર્ચાતો બની રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આજે પાટીદાર સમાજના અગ્રણીઓ ફરી એકવાર મેદાન આવ્યા છે. આજે ગાંધીનગરમાં પાટીદાર સમાજના યુવા આગેવાનો ભાગેડુ લગ્ન પ્રથા સંબંધિત મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા સચિવાલયે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

પાટીદાર આગેવાનો દિનેશ બાંભણિયા, SPG પ્રવક્તા પૂર્વીન પટેલ, વરુણ પટેલ સહિતના નેતાઓએ પાટીદાર ચિંતન શિબિરમાં થયેલી ચર્ચાઓના આધારે આ મુદ્દે સરકારને માહિતગાર કરવા આ મુલાકાત લીધી હતી. તેઓ નાયબ મુખ્યમંત્રી તેમજ કાયદા પ્રધાન સાથે મળીને ભાગેડુ લગ્ન પ્રથામાં જરૂરી સુધારાઓ કરવા માટે વિગતવાર રજૂઆત કરશે.

અસરકારક કાનૂની પગલાં લેવા માંગ

પાટીદાર સમાજે આ વિષય પર અગાઉ પણ અનેક મંત્રણાઓ કરી હતી, અને સમાજમાં વધતી સમસ્યાઓનું સ્થાયી સમાધાન લાવવા યુવા આગેવાનો દ્વારા સરકાર પાસે અસરકારક કાનૂની પગલાં લેવા માંગ ઉઠાવવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મારી પત્નીના પૂર્વ ગૃહમંત્રી સાથે અનૈતિક સંબંધો...!!
Offbeat Exclusive: PMOમાં ફરિયાદ બાદ ધમેન્દ્ર હેરમાની હકાલપટ્ટી
વડોદરા 'કલાનગરી' માંથી બની 'મચ્છરનગરી'
કચ્છની રાજનીતિમાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર
હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા