Home Gujarat Patanvavs Rudra Hoisted The Tricolor On A Global Scale

પાટણવાવના રૂદ્રએ વૈશ્વિક સ્તરે ત્રિરંગો લહેરાવ્યો : Olympiadમાં ત્રણ મેડલ જીતનાર એકમાત્ર નેશનલ ટોપર

પાટણવાવના રૂદ્રએ વૈશ્વિક સ્તરે ત્રિરંગો લહેરાવ્યો
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 05:26 AM IST

ગુજરાતનું ગૌરવ અને ભારતનું તેજસ્વી બની ઊભરેલો એક યુવા વિદ્યાર્થી પાટણવાવના રુદ્ર પેથાણીએ આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર રાષ્ટ્રનું માથું ગર્વથી ઉંચું કર્યું છે. 20 થી 27 જુલાઈ દરમિયાન ફિલિપાઈન્સના ક્વિઝોન સીટી ખાતે યોજાયેલી 36મી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ IBO 2025 માં ભારતે કુલ ચાર મેડલ જીત્યાં જેમાં 2 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.

સમગ્ર રાષ્ટ્રનું માથું ગર્વથી ઉંચું કર્યું

ગુજરાત રાજ્ય ના રાજકોટ જિલ્લામા આવે ધોરાજી તાલુકાનાં પાટણવાવ ગામના પુત્ર રુદ્ર પેથાણીએ ગોલ્ડ મેડલ હાંસલ કરી વિશ્વપટલ પર ભારતનો વિજ્ઞાનવિજય ઉજાગર કર્યો છે. રુદ્રે આ સાથે વૈજ્ઞાનિક હેટ્રિક પૂર્ણ કરી છે

• IJSO 2023,

• International Earth Science Olympiad 2024

અને

• Biology Olympiad 2025

ત્રણેમાં ગોલ્ડ મેડલ મેળવી ટ્રિપલ ગોલ્ડ મેડલિસ્ટ તરીકે ઓળખ પામી છે.

શું કહ્યું માતા હિનાબેને??

રુદ્ર પેથાણીની સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર ધોરાજી, ગુજરાત અને ભારત માટે અભિમાનજનક ક્ષણ છે.અને તેઓની માતા હિનાબેન પેથાણીએ કહ્યું કે, આ એક ભાવુક ક્ષણ છે.મારા પુત્રે પાટણવાવથી આખા વિશ્વ સુધી આપણું નામ પ્રકાશિત કર્યું છે. IBO જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિદ્યાર્થીઓના જૈવિક જ્ઞાન અને પ્રાયોગિક ક્ષમતાની કસોટી થતી હોય છે જેમાં સેલ બાયોલોજી, મોલેક્યુલર લેબ, ઇકોલોજી, જિનેટિક્સ વગેરે વિષયો આવરી લેવામાં આવે છે.

આવાં યુવાન સંશોધકો દ્વારા જ ભારતનું વૈજ્ઞાનિક ભવિષ્ય ઉજળું બનશે અને વૈશ્વિક મંચ પર દેશના પ્રતિભાશાળી સંતાન ભારતનું ગૌરવ વધારશે. દેશભરમાંથી આવતાં અભિનંદન અને શુભેચ્છાઓ વચ્ચે, રુદ્ર પેથાણીનું નામ હવે યુવા વિજ્ઞાનીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now