Home National Parvinder Kaur Prempura Smart Village Haryana Success Story

સરપંચ બનતા જ ગામની કરી નાંખી કાયાપલટ : વિદેશની વૈભવી જિંદગી છોડીને વતનમાં આવી ચૂંટણી લડી આ વહુ!

Sarpanch
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jun 02, 2026, 02:42 PM IST

Sarpanch : સામાન્ય રીતે રાજકારણીઓ કે નેતાઓ વિશે લોકોના મનમાં નકારાત્મક છબી જ જોવા મળતી હોય છે. વિકાસના કામો માત્ર કાગળ પર રહી જતા હોવાની ફરિયાદો વારંવાર સાંભળવા મળે છે. પરંતુ હરિયાણાના કૈથલ જિલ્લાના પ્રેમપુરા ગામમાં આનાથી બિલકુલ ઉલટી ગંગા વહી રહી છે. ઈંગ્લેન્ડની વૈભવી જિંદગી છોડીને વતનની માટીનું ઋણ ચૂકવવા આવેલી એક ભણેલી-ગણેલી વહુએ ગામની આખી કાયાપલટ કરી નાખી છે. એમએ પાસ આ મહિલા સરપંચના કારણે આજે પ્રેમપુરા ગામનું નામ આખા દેશમાં આદર સાથે લેવાઈ રહ્યું છે. આ ગામ આજે ગુનાખોરી અને નશાથી મુક્ત થઈને સ્માર્ટ વિલેજ તરીકે ઉભરી આવ્યું છે.

વિદેશથી વતન તરફ પ્રયાણ

પ્રેમપુરા ગામની આ દબંગ અને સેવાભાવી મહિલા સરપંચનું નામ પરવિંદ કૌર છે. તેઓ પોતાના પતિ સતનામ સિંહ સાથે ઈંગ્લેન્ડમાં સ્થાયી થયા હતા અને ત્યાં ખૂબ જ આરામદાયક જીવન જીવી રહ્યા હતા. જો કે, મનમાં હંમેશા પોતાના વતન માટે કંઈક સારું કરવાની તમન્ના હતી. પાંચ વર્ષ પહેલા આ દંપતી ભારત પરત ફર્યું હતું. ગામમાં આવ્યા બાદ તેઓએ જોયું કે, હજુ પણ ઘણી પાયાની સુવિધાઓનો અભાવ છે. આથી તેમણે ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને ગામલોકોએ પણ ભારે બહુમતીથી પરવિંદ કૌરને પોતાના સરપંચ તરીકે ચૂંટી કાઢ્યા.

કર્ણાટક પોલીસનો મોટો પ્રહાર: IPL ફાઇનલ પહેલાં 8,750 ગેરકાયદે બેટિંગ URL બ્લોક, ઓનલાઈન જુગાર નેટવર્કને મોટો ઝટકો

મહિલાઓની સુરક્ષા અને ડિજિટલ સુવિધા

સરપંચ બનતાની સાથે જ પરવિંદ કૌરે સૌથી પહેલું ધ્યાન મહિલાઓની સુરક્ષા પર કેન્દ્રિત કર્યું. તેમણે ગામના ખૂણે-ખૂણે 28 જેટલા હાઇટેક CCTV કેમેરા લગાવી દીધા, જેથી દીકરીઓ અને મહિલાઓ ભય વગર હરીફરી શકે. આ ઉપરાંત રાત્રિના સમયે ગામની સુરક્ષા જાળવી રાખવા માટે ખાસ ચોકીદાર (ગાર્ડ) પણ તૈનાત કરવામાં આવ્યો છે. ગામની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે હાલમાં ગામમાં એક આધુનિક ઈ-લાઈબ્રેરી ખોલવાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે.

પોતાના ખર્ચે કરોડોનું દાન

આ સરપંચની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેઓ માત્ર સરકારી ગ્રાન્ટ પર નિર્ભર નથી રહેતા. પરવિંદ કૌર અને તેમના પરિવારે પોતાના અંગત ફંડમાંથી લગભગ એક કરોડ રૂપિયા ગામના વિકાસ પાછળ વાપરી નાખ્યા છે. તેમણે 50 લાખ રૂપિયાના ખર્ચે ગામનો ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર બનાવડાવ્યો છે. આ ઉપરાંત ગામના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે 18 લાખ રૂપિયાના ખર્ચે એક આધુનિક એમ્બ્યુલન્સ પણ ખરીદી છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મકાન બાંધવામાં મદદ કરવા તેમજ ગરીબ દીકરીઓના લગ્ન કરાવવા જેવા સામાજિક કાર્યોમાં પણ તેમણે 25 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

RBI એ ચુપચાપ વેચી દીધું ₹1.2 લાખ કરોડનું સોનું?: મધ્ય પૂર્વના યુદ્ધ અને ડોલરની મજબૂતી વચ્ચે ભારતીય અર્થતંત્ર ખોરવાયું!

વિદેશ જેવી સ્વચ્છતા અને સુંદરતા

પ્રેમપુરા ગામમાં પ્રવેશતા જ તમને કોઈ યુરોપિયન દેશના નાના ટાઉન જેવો અહેસાસ થશે. ગામની ગલીઓ તો ઠીક, પરંતુ નાળામાં પણ તમને ક્યાંય કચરો જોવા નહીં મળે. કચરાના યોગ્ય નિકાલ માટે ગામમાં એક અલાયદો સોલિડ વેસ્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણી માટે રસ્તાની બંને બાજુએ મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. ગામના લોકોના સ્વાસ્થ્ય માટે એક સુંદર પાર્ક બનાવવામાં આવ્યો છે, જેમાં યુવાનો અને વડીલો માટે ઓપન જિમ (ખુલ્લી કસરતશાળા) ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

NRI ગામની અનોખી કમાણી

આશરે 2500 ની વસ્તી ધરાવતા પ્રેમપુરા ગામમાં 1100 જેટલા મતદારો છે. આ ગામને 'NRI વિલેજ' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ગામના લગભગ 300 થી વધુ લોકો વિદેશમાં સ્થાયી થયેલા છે. ગામની પંચાયત પાસે પોતાની 150 એકર જમીન છે. આ જમીનને ભાડે આપીને જે પણ આવક થાય છે, તેનો એક-એક રૂપિયો ગામના વિકાસ કામોમાં જ વાપરવામાં આવે છે. હાલમાં જ સરકારની મદદથી ગામની નજીકથી પસાર થતી ડ્રેન પર 22 કરોડ રૂપિયાના ખર્ચે એક વિશાળ પુલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

‘ત્યાં સુધી નહીં મરું, જ્યાં સુધી….’: ધરણા પર બેઠાં મમતા બેનર્જી, ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

સમગ્ર દેશ માટે રોલ મોડલ

પ્રેમપુરા ગામની સૌથી મોટી અને ગર્વ લેવા જેવી બાબત એ છે કે છેલ્લા આઠ વર્ષથી અહીં એક પણ પોલીસ ફરિયાદ (FIR) નોંધાઈ નથી. ગામમાં જો કોઈ નાનો-મોટો વિવાદ થાય, તો પંચાયત ઘરની અંદર જ વડીલો અને સરપંચની હાજરીમાં પરસ્પર વાતચીતથી તેનો સુખદ અંત લાવવામાં આવે છે. આ જ કારણ છે કે જિલ્લા પ્રશાસન તરફથી પરવિંદ કૌરને બે વાર વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા છે. જો દેશના દરેક ગામડામાં આવા ભણેલા-ગણેલી અને નિઃસ્વાર્થ સરપંચ આવી જાય, તો ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી શકશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now