Mamata Banerjee: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ મંગળવારે કોલકાતામાં ધરણા પર બેસીને ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં તેમની પાર્ટીને નબળી પાડવાનો અને નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીના આ ધરણા તાજેતરમાં ટીએમસી નેતાઓ અને કાર્યકરો પર થયેલા હુમલાના વિરોધમાં આયોજિત કરવામાં આવ્યા હતા. પાર્ટીનું કહેવું છે કે તાજેતરમાં ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો કરવામાં આવ્યો હતો, આ સિવાય અન્ય નેતાઓ સાથે પણ હિંસક ઘટનાઓ બની છે. આ જ ઘટનાઓને લઈને ટીએમસી સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે.
મૂકો લાપસીના એંધાણ! આ તારીખથી શરૂ થશે ચોમાસું : ભારે વરસાદની આગાહી, ગરમીથી મળશે રાહત
મમતા બેનર્જી શું બોલ્યાં?
ધરણા દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ ભાજપ સામે પોતાની લડાઈ ચાલુ રાખશે. તેમણે દાવો કર્યો કે તેમની પાર્ટીને તોડવાનો અને કાર્યકરોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મમતાએ કહ્યું કે લોકશાહીની રક્ષા માટે સંઘર્ષ કરવો જરૂરી છે અને તેઓ પીછેહઠ કરવાના નથી. તેમણે કહ્યું કે તેઓ ત્યાં સુધી નહીં મરે જ્યાં સુધી તેઓ ભાજપને સત્તા પરથી ઉખાડીને ફેંકી નહીં દે. મમતા બેનર્જીએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે. ટીએમસી ચીફે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષી નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને રાજકીય વિરોધીઓ સામે વહીવટી શક્તિનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જનતા બધું જોઈ રહી છે અને સમય આવ્યે જવાબ આપશે.
‘ટીએમસી નેતાઓને મળી રહી છે ધમકી’
મમતા બેનર્જીએ કહ્યું કે પોલીસ TMC નેતાઓને ધમકાવી રહી છે. તેમણે જણાવ્યું કે ચંદનનગરના CPએ અમારા એક નેતાને ફોન કર્યો અને તેમને રાજીનામું આપવા કહ્યું, આવું ન કરવા પર તેમને ધરપકડ કરવાની ધમકી આપી. મમતા બેનર્જીએ કહ્યું કે પોલીસ ટીએમસી નેતાઓની ખોટા કેસોમાં ધરપકડ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આજે કોલકાતામાં મમતા બેનર્જીની સાથે ધરણામાં ટીએમસી ધારાસભ્ય ચંદ્રિમા ભટ્ટાચાર્ય, શોભનદેવ ચટ્ટોપાધ્યાય, નાન્યા બંદોપાધ્યાય, મદન મિત્રા, અશોક દેબ, અસીમા પાત્રા અને સાંસદ ડોલા સેન, કલ્યાણ બેનર્જી પણ ધરણા પર બેઠા છે.





