Monsoon : દેશમાં ગરમીથી પરેશાન લોકો માટે ચોમાસાને લઈને ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના હાલના રિપોર્ટ્સ મુજબ કેરળમાં આગામી 4 જૂને ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જશે. ચોમાસાના આગમનની સાથે જ કેરળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે દેશમાં ચોમાસું 1 જૂનની આસપાસ શરૂ થતું હોય છે પરંતુ આ વખતે તેમાં થોડો વિલંબ થયો છે.
ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ ખૂબ જ સાનુકૂળ બની રહી છે. દક્ષિણ-પૂર્વ અરબ સાગરના કેટલાક ભાગો, લક્ષદ્વીપ, કેરળ અને તમિલનાડુના વિસ્તારોમાં ચોમાસું ઝડપથી આગળ વધશે. બંગાળની ખાડીના પણ કેટલાક હિસ્સામાં 4 જૂનની આસપાસ ચોમાસું સક્રિય થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
રમતનું મેદાન બન્યું 'સ્મશાન'...: જે રોલરથી પિચ સજાવાતી હતી એ જ બન્યું કાળ , 15 વર્ષના છોકરાના મોતથી ભારે ચકચાર
કેરળમાં સાત દિવસનું એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક નીતા કે ગોપાલે જણાવ્યું છે કે, કેરળમાં ચોમાસું શરૂ થવા માટેની તમામ જરૂરી પરિસ્થિતિઓ તૈયાર થઈ ગઈ છે. 4 જૂનની સાંજે કેરળમાં સારો વરસાદ જોવા મળી શકે છે. ભારે વરસાદની આશંકાને જોતા સમગ્ર કેરળમાં 7 દિવસ માટે ઓરેન્જ અથવા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને નિયમોનું પાલન કરવા જણાવાયું છે.
અગાઉની તારીખોમાં ફેરફાર અને વરસાદની આશંકા
આ પહેલા હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 26 મે જણાવી હતી, પરંતુ પવનોની દિશા બદલાતા તેમાં વિલંબ થયો હતો. ત્યારબાદ 29 મેના રોજ વિભાગે જણાવ્યું કે ચોમાસું આગામી સપ્તાહે આવશે. હવામાન વિભાગે પોતાના સુધારેલા અંદાજમાં કહ્યું છે કે આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં ઓછો એટલે કે લગભગ 90 ટકા જેટલો જ વરસાદ થવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં ધમરોળ્યા બાદ હજુ પણ ભુક્કા બોલાવશે વરસાદ!: અંબાલાલ પટેલની 'કરા' પાડતી આગાહી
શું છે એલપીએ અને વરસાદ ઓછો થવાનું કારણ
લાંબા ગાળાની સરેરાશ (LPA) એટલે કે કોઈ વિસ્તારમાં 30 થી 50 વર્ષ દરમિયાન થયેલા વરસાદની સરેરાશ ગણતરી. વર્ષ 1971 થી 2020 ના આંકડા મુજબ દેશમાં સરેરાશ વરસાદ 87 સેન્ટીમીટર નક્કી કરાયો છે. જો વરસાદ આના 90 ટકાથી ઓછો થાય તો તેને ઓછો વરસાદ કહેવાય છે. આ વર્ષે વરસાદ ઓછો થવાનું મુખ્ય કારણ 'અલ નીનો' ની સ્થિતિ છે, જે ભારતમાં ચોમાસાના વરસાદને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે.





