Home Gujarat Surat Parshottam Rupala Public Meeting Varachha Surat Election Campaign Bjp

"ખાનદાન જોઈને મતદાન કરો" : પરસોત્તમ રૂપાલાએ વરાછામાં સભા ગજવી, વિપક્ષને આડેહાથ લીધું

Parshottam Rupala Surat Varachha BJP Campaign
Published by: Nirali Gohil
Last Updated: Apr 23, 2026, 07:23 AM IST

BJP Campaign: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ સુરતનું રાજકીય તાપમાન પણ ઉંચકાઈ રહ્યું છે. ભાજપના ગઢ ગણાતા અને હંમેશા ચર્ચામાં રહેતા વરાછા વિસ્તારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ એક જંગી જાહેર સભાને સંબોધિત કરી હતી. ચૂંટણી પ્રચારના ભાગરૂપે ભાજપે વરાછામાં શક્તિ પ્રદર્શન કરીને વિરોધીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સુરતની જનતા ફરી એકવાર 'કમળ' સાથે છે.

સભામાં ઉમટી પડેલી મેદનીને જોઈને રૂપાલાએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સુરતમાં છેલ્લા 10-15 વર્ષથી કાંટાની ટક્કર હોવાની વાતો વહેતી કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ભાજપનો પ્રચંડ વિજય હંમેશા નિશ્ચિત રહ્યો છે. સુરતની જનતા વિકાસને વરેલી છે અને આ વખતે પણ તેઓ માત્ર વિકાસના નામે જ મતદાન કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મહિલા આરક્ષણ મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર

પોતાના સંબોધન દરમિયાન પરસોત્તમ રૂપાલાએ મહિલા મતદારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે મહિલાઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, "મહિલા આરક્ષણ બિલ જે વર્ષો સુધી અટવાયેલું હતું, તેને પાસ ન થવા દેવા પાછળ કોણ જવાબદાર હતું તે મહિલાઓએ જાણવું જોઈએ." તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે જે લોકો પાસે પોતાની પાર્ટીની કોઈ સિદ્ધિ કે યોજનાઓ નથી, તે લોકો પાયાવિહોણા મુદ્દાઓ પર વાતો કરે છે. મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં પ્રતિનિધિત્વ મળે તેવા પ્રસ્તાવનો વિરોધ કરનારાઓને આ ચૂંટણીમાં પાઠ ભણાવવાની તેમણે હાકલ કરી હતી.

આ પણ વાંચો: ચૂંટણી ટાણે વારસિયામાં રાજકીય સંગ્રામ : વારસિયામાં ભાજપ ઉમેદવારના પિતા અને કોંગ્રેસની મહિલાઓ વચ્ચે જામી, પત્રિકા વિતરણ મુદ્દે હોબાળો

"વિકાસ માટે કમળને મત આપો" - રૂપાલાની જનતાને હાકલ

રૂપાલાએ પોતાની સ્પીચમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભાજપ હંમેશા વિકાસની રાજનીતિ લઈને લોકો પાસે જાય છે. વિરોધ પક્ષો પાસે કોઈ મજબૂત એજન્ડા નથી, તેથી તેઓ માત્ર ભ્રામક વાતો ફેલાવે છે. "કાંટો ક્યાંય આવ્યો નથી અને આવશે પણ નહીં," તેવા કટાક્ષ સાથે તેમણે વરાછાના મતદારોને શહેર અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ભાજપના ઉમેદવારોને જંગી મતે જીતાડવા વિનંતી કરી હતી.

ચૂંટણી પહેલા વરાછા બન્યું રાજકીય જંગનું મેદાન

વરાછા હંમેશા સુરતની રાજનીતિનું કેન્દ્રબિંદુ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપની આ જંગી સભાએ કાર્યકરોમાં નવો ઉત્સાહ પૂરી દીધો છે. મોટી સંખ્યામાં લોકોની હાજરી અને રૂપાલાની ધારદાર સ્પીચથી રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપે આ સભા દ્વારા સ્પષ્ટ કર્યું છે કે તેઓ મહિલા સુરક્ષા, સન્માન અને વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડશે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષ આ શક્તિ પ્રદર્શનનો સામનો કેવી રીતે કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now