Home National Parliament Cost Per Minute India 2 5 Lakh Explained

સસંદ ભવન ચલાવવામાં થાય છે અધધ ખર્ચ... : એક એક મિનિટ પડે છે લાખો રૂપિયામાં

સંસદનો એક મિનિટનો ખર્ચ કેટલો?
Published by: Niraj Chokshi
Last Updated: Apr 18, 2026, 01:30 AM IST

ભારત જેવી વિશાળ લોકશાહી ધરાવતા દેશમાં સંસદનું મહત્વ અત્યંત ઊંચું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સંસદ એક મિનિટ ચાલે તો કેટલો ખર્ચ થયા છે. તાજેતરની માહિતી અનુસાર, સંસદ ચાલે ત્યારે દર મિનિટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. માહિતી મુજબ, ભારતની સંસદ એક મિનિટ ચાલે એટલે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

આ આંકડો માત્ર એક મિનિટનો છે. જો તેને કલાક અને દિવસના હિસાબે ગણવામાં આવે તો આ રકમ કરોડોમાં પહોંચી જાય છે. આ ખર્ચમાં સંસદના તમામ સંચાલન ખર્ચો સામેલ હોય છે, જેમાં સાંસદોની સુવિધાઓ, સ્ટાફ, સુરક્ષા, લોજિસ્ટિક્સ અને ટેકનિકલ વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે.

એક દિવસ અને સત્રનો કુલ ખર્ચ

એક મિનિટનો ખર્ચ 2.5 લાખ થાય તો પ્રતિ કલાક આશરે 1.5 કરોડ રૂપિયા થાય. સંસદ સત્ર દરમિયાન દૈનિક ખર્ચ આશરે 6 કરોડ રૂપિયાથી 9 કરોડ રૂપિયા થાય છે. સંપૂર્ણ સત્ર દરમિયાન આ ખર્ચ હજારો કરોડ સુધી પહોંચી શકે છે. આથી, સંસદમાં સમયનો યોગ્ય ઉપયોગ ના થાય અને વારંવાર સ્થગિત થાય તો દેશે મોટું આર્થીક નુકસાન ભોગવવું પડે છે.

આ પણ વાંચો: લોકસભા ટેસ્ટમાં કેન્દ્ર સરકાર 'ફેલ' : મહિલાઓ માટે 33% આરક્ષણનો માર્ગ અટક્યો: સદનમાં કેમ પાસ ન થયું બિલ?

ખર્ચમાં શું-શું સામેલ છે?

સાંસદોના ભથ્થા અને સુવિધાઓ

સંસદ ભવનનું સંચાલન

સુરક્ષા વ્યવસ્થા

ટેકનિકલ અને પ્રસારણ ખર્ચ

સ્ટાફ અને પ્રશાસન ખર્ચ

સમય બગાડનો સીધો આર્થિક અસર

આ પણ વાંચો: શું છે 'નંબર 16'ની પહેલી? : જેનો રાહુલ ગાંધીએ સંસદમાં કર્યો ઉલ્લેખ

ઘણી વખત સંસદમાં વિરોધ પ્રદર્શન હંગામા અથવા ચર્ચાના અભાવને કારણે કામકાજ બંધ રહે છે. આવા સમયે પણ ખર્ચ ચાલુ રહે છે જેના કારણે દેશના નાણાંનો બગાડ થાય છે. વિશેષજ્ઞો માને છે કે સંસદના દરેક મિનિટનો ઉપયોગ મહત્વપૂર્ણ કાયદાકીય ચર્ચા અને નિર્ણય માટે થવો જોઈએ. સંસદમાં સમયનો યોગ્ય ઉપયોગ કેટલો જરૂરી છે તે આ સંસદના ખર્ચ પરથી સ્પષ્ટ થાય છે. જ્યારે સંસદમાં કામકાજ બંધ રહે છે, ત્યારે તે માત્ર રાજકીય મુદ્દો નથી, પરંતુ તે સીધી રીતે દેશના ખજાનાને અસર કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now