Home Gujarat Paresh Goswamis Forecast Of Heavy Rain

પરેશ ગોસ્વામીની સણસણતી આગાહી : 'આ બે જિલ્લાઓને સાવધાન રહેવું', બારે મેઘ થશે ખાંગા?

પરેશ ગોસ્વામીની સણસણતી આગાહી
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2025, 08:07 AM IST

રાજ્યમાં વરસાદ ધમધોકાર વરસી રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે' અત્રે જણાવીએ કે, 10મી જુલાઈ સુધી ગુજરાતના બે જિલ્લાને ખાસ સાવધાન રહેવાની ચેતવણી પરેશ ગોસ્વામીએ આપી છે.
'આ બે જિલ્લાઓને સાવધાન રહેવું'
જેમણે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને ખાસ સાવધાન રહેવાની જરૂર છે, જ્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે, સાથો સાથ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. મધ્યપ્રદેશના બોર્ડર પરના જિલ્લાઓ મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, કચ્છ જિલ્લામાં સહિત રાજ્યના તમામ વિસ્તારોમાં 10 જુલાઈ સુધી સારો વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે. જેમાં સામાન્ય રીતે 7 ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતા છે, તો કેટલાક વિસ્તારમાં સાત ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now