Home Gujarat Parent Attacks Teacher Lc Asks To Take Child Later Case Gets Complicated

શિક્ષક પર વાલીનો હુમલો : LC પછીથી લઈ જવાનું કહેતા મામલો બિચક્યો

શિક્ષક પર વાલીનો હુમલો
Published by: OBS Bureau
Last Updated: Jun 30, 2025, 06:42 AM IST

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં શનિવારે એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યારે ધોરણ 6માં અભ્યાસ કરતી દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ (LC) લેવા આવેલા વાલીએ સ્કૂલના શિક્ષક પર છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં શિક્ષકના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને 7 ટાંકા લેવા પડ્યા હતા.

પોલીસની માહિતી અનુસાર, શનિવારના રોજ હાજી મુસ્તાક અહેમદ LC લેવા માટે શાળામાં આવ્યા હતા. તેમણે પ્રિન્સિપાલ સાથે મુલાકાત બાદ ક્લાર્ક કમ શિક્ષક શબ્બીર શેખને મળીને LC માટે વાત કરી. શબ્બીરભાઈએ LC શુક્રવારે આવી જવા જણાવ્યું. વાલી મૌખિક રીતે ભડકી ઉઠ્યો અને કહ્યું કે, “પ્રિન્સિપાલે તો સોમવારે LC આપવાનું કહ્યું છે, તું શુક્રવારનું કેમ કહે છે?”

આ બોલચાલ બાદ વાલીએ શિક્ષકને લાફો માર્યો અને બાદમાં ખિસ્સામાંથી છરી કાઢીને સીધા શબ્બીર શેખના માથાના ભાગે છરીનો ઘા કર્યો. હુમલા બાદ શાળાનો સ્ટાફ દોડી આવ્યો અને બંનેને અલગ કર્યા. ઘાયલ શિક્ષકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેમને માથામાં 7 ટાંકા આવ્યા છે.

આ સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં વર્ણવાયેલી ઘટના સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઘટનાની જાણ થતા રખિયાલ પોલીસે સ્થળ પર પહોંચી ફરિયાદ નોધી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શિક્ષકોની સુરક્ષા સામે પ્રશ્નચિહ્ન

આ ઘટનાથી ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શિક્ષણવિદો અને વાલીઓએ એવી માંગ ઉઠાવી છે કે શાળાઓમાં સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે અસરકારક પગલાં લેવાં જોઈએ.

પોલીસ તપાસ ચાલુ:

રખિયાલ પોલીસે હાજી મુસ્તાક વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરાશે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now