પાર-તાપી-નર્મદા રીવર લીંક મામલે વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે પાર-તાપી-નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનો DPR સંસદમાં રજૂ કરવા અંગે સ્પષ્ટતા માગી છે.
તુષાર ચૌધરીએ પત્રમાં શુ લખ્યું?
તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, ''ભૂતકાળમાં વર્ષ 2022માં પાર-તાપી નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનો સર્વે શરુ થયો હતો. ત્યારે દક્ષિણ ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને ડાંગ, વલસાડ, તાપી જીલ્લામાં આ પ્રોજેક્ટનો આદિવાસી સમાજ દ્વારા દરેક તાલુકે ઉગ્ર વિરોધ થયો હતો. આ ઉગ્ર વિરોધને પગલે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022માં પાર-તાપી-નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ સ્થગિત કરવામાં કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી''.
પ્રોજેક્ટનો DPR સંસદમાં રજૂ કરવા અંગે સ્પષ્ટતા માગી
વધુમાં લખ્યુ કે, ''આ પ્રોજેક્ટને કારણે ડાંગ, વલસાડ, તાપી જિલ્લાના કેટલાય ગામોના ખેડૂતોને વિસ્થાપિત થવાનો વારો આવે તેમ હોઈ હાલમાં જ્યારે ફરી પાછા પાર- તાપી નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનો DPR સંસદમાં રજુ થતા દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજમાં ચિંતા પ્રસરી ગઈ છે. આપએ વર્ષ 2020માં આ પ્રોજેક્ટ સ્થગિત થવાની જાહેરાત કરી હતી. પાર- તાપી નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનો DPR સંસદમાં રજુ થઈ ગયો છે ત્યારે આજે આપે આ બાબતે સ્પષ્ટતા કરશો.






