Home Gujarat Panchmahal Police Forms Cow Protection Squad

પંચમહાલ પોલીસમાં ગૌ-રક્ષા સ્કવોડની રચના : ગૌ-તસ્કરી અટકાવવા રહેશે ચાંપતી નજર, SP હરેશ દુધાત દ્વારા બનાવી સ્પેશિયલ સ્કવોડ

પંચમહાલ પોલીસમાં  ગૌ-રક્ષા સ્કવોડની  રચના
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 08:58 AM IST

Panchmahal News : પંચમહાલમાં ગૌ-તસ્કરી અને ગૌ-હત્યા જેવી ગંભીર ઘટનાઓને અટકાવવા માટે સ્મપેશિયલ પોલીસ સ્કવોડની રચનાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતના નિર્દેશ મુજબ જિલ્લામાં વિશેષ ગૌ-રક્ષા સ્કવોડની રચના કરવામાં આવી છે. આ સ્કવોડનો મુખ્ય હેતુ ગૌવંશ પર થતા અત્યાચારને રોકવો, ગેરકાયદેસર પશુ પરિવહન અટકાવવું અને ગૌ-હત્યાની ઘટનાઓ પર કડક નિયંત્રણ રાખવાનો છે.

8 પોલીસ કર્મચારીઓની ટીમ કરશે કાર્યવાહી!

નવા રચાયેલ ગૌ-રક્ષા સ્કવોડમાં 1 પી.એસ.આઈ., 1 હેડ કોન્સ્ટેબલ અને 6 પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરશે તથા ગૌ-તસ્કરી અને પશુ અત્યાચાર સંબંધિત માહિતી મળતાની સાથે જ અસરકારક પોલીસ કાર્યવાહી કરશે. ઉપરાંત સ્કવોડ દ્વારા ગૌવંશના કલ્યાણ, બચાવ અને પુનર્વસન માટે જરૂરી પગલાં પણ લેવામાં આવશે.

ગૌવંશની સુરક્ષા વધારે મજબૂત બનશે

પંચમહાલ પોલીસનું માનવું છે કે આ વિશેષ પુનર્વસન કાર્યરત થવાથી ગૌ-તસ્કરી અને ગૌ-હત્યા જેવા ગુનાઓમાં ઘટાડો થશે અને ગૌવંશની સુરક્ષા વધારે મજબૂત બનશે. જિલ્લાભરમાં ગૌ-રક્ષાનું નેટવર્ક મજબૂત બનાવવા માટે આ નિર્ણયને ખૂબ જ અગત્યનો અને અસરકારક માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ