ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છેલ્લા 7 દિવસથી ડરમાણ વાયરસ ચાંદીપુરા વાયરસનો ખતરો ઊભો થયો છે. જિલ્લામાં ફક્ત સાત દિવસમાં ચાંદીપુરા વાયરસના 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ચિંતાજનક વાત એ છે કે આ ચાર પૈકી ત્રણ બાળકોના મોત નીપજ્યાં છે. જ્યારે એક બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે વડોદરાની સયાજીરાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ ચાર બાળકોમાં ચાંદીપુરા વાયરસના સામાન્ય લક્ષણો પહેલાથી જોવા મળ્યા નહોતા, જેથી રોગ ઝડપથી ગંભીર બન્યો હતો.
પુડ્ડુચેરીની હેલ્થ ટીમ વડોદરા પહોંચી
ચાંદીપુરા વાયરસ એ બાળકોમાં જીવલેણ સાબિત થઈ શકે છે. જેના લક્ષણો તાવ, ઉલટી, ઊંઘ આવી જવી, માથામાં દુખાવો અને થાક લાગે તેવું હોય છે, પરંતુ અનેક વખત લક્ષણો દેખાવા પહેલા જ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. ઉલ્લેખની છે કે, સ્થિતિની ગંભીરતાને જોતા પુડ્ડુચેરીની એક હેલ્થ ટીમ વડોદરા ખાતે આવી પહોંચી છે.
ડૉ ઓમપ્રકાશે એક બાળકના મોતની પષ્ટી કરી
બાળરોગ વિભાગના ડો.ઓમપ્રકાશ શિતલ શુક્લએ જણાવ્યું કે, ''અત્યારે હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ દાખલ છે જેમાં 2 સિરિયસ કન્ડિશન છે જ્યારે 1ની તબિયત સારી છે, તો સવારે એક બાળકનું મોત થયેલું છે'' વધુમાં તેમણે કહ્યું કે, '',
આ વાઇરસના લક્ષણો શું છે ?
બાળકને સખત તાવ આવવો
ઝાડા, ઉલટી થવા
ખેંચ આવવી
અર્ધબેભાન કે બેભાન થવું.
ચાંદીપુરા વાઇરસના ચેપથી બચવા શું કરવું?
બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર ધૂળમાં રમવા દેવા નહી.
બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો
સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા.
મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.






