Home International Pakistans Sleep Will Be Forbidden Usa Gave Special Engine To India To Make Deadly Fighter Jet

પાકિસ્તાનની ઉંઘ થશે હરામ : ઘાતક ફાઈટર જેટ બનાવવા USAએ ભારતને આપ્યું ખાસ એન્જિન

પાકિસ્તાનની ઉંઘ થશે હરામ
Published by: OBS Bureau
Last Updated: Jul 15, 2025, 06:58 AM IST

ભારત માટે અમેરિકા તરફથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફાઇટર જેટ એન્જિન બનાવતી વિશ્વપ્રખ્યાત કંપની General Electric (GE) એ તેનો બીજો F404-IN20 એન્જિન ભારતને સોંપી દીધો છે. આ એન્જિનને ખાસ કરીને હળવા યુદ્ધવિમાન (LCA) તેજસ માર્ક-1A માટે ઉપયોગમાં લેવામાં આવશે.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને આ નાણાકીય વર્ષ દરમિયાન કુલ 12 જેટલા એન્જિનો મળવાની શક્યતા છે.

ANIના અહેવાલ અનુસાર, ભારતીય વાયુસેનાએ 83 તેજસ માર્ક-1A ફાઇટર જેટ્સ માટે ઓર્ડર આપ્યો છે. ઉપરાંત, 97 વધુ વિમાનો ખરીદવાનો પ્રસ્તાવ અંતિમ તબક્કામાં છે, જેને મંજૂરી મળ્યા બાદ ભારતના યુદ્ધકૌશલ્યમાં વધુ વધારો થશે.

આ સમાચાર પાકિસ્તાન માટે ચિંતાજનક બની શકે છે, કારણ કે ભારત પોતાના રક્ષણતંત્રને ઝડપી ગતિએ મજબૂત બનાવી રહ્યું છે.

$761 મિલિયનનો કરાર
ભારત સરકારે General Electric સાથે $761 મિલિયનનો કરાર કર્યો છે, જે અંતર્ગત તે F404 એન્જિનોનું સપ્લાય કરશે. રક્ષા સચિવ રાજેશ સિંહ મુજબ, માર્ચ 2026થી દર મહિને બે એન્જિન સપ્લાય થવાની યોજના છે.

ભારતીય વાયુસેનાની હાલની ક્ષમતા
હાલ ભારતીય વાયુસેના પાસે અનેક યુદ્ધવિમાનો છે, જેમ કે:

Sukhoi Su-30 MKI
Dassault Rafale
HAL Tejas
MiG-29
Mirage 2000
Jaguar
MiG-21

આમાંના દરેક વિમાને ભિન્ન ભિન્ન ક્ષમતાઓ ધરાવે છે અને દેશની રક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video