Home Gujarat Pakistani Couple Arrested From Kutch Border

ફરી કચ્છની સરહદેથી પાકિસ્તાની યુગલ ઝડપાયું : બન્ને પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીઠીના રહેવાસી, સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ હાથધરી

ફરી કચ્છની સરહદેથી પાકિસ્તાની યુગલ ઝડપાયું
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2025, 07:24 AM IST

Kutch Pakistan Couple : કચ્છની સરહદ પર સુરક્ષા એજન્સીઓને ફરી એક વખત મોટી સફળતા હાથ લાગી છે. રાપર તાલુકાના કુડા ગામ નજીક ભારત–પાકિસ્તાનની રણ સરહદ પરથી વધુ એક પાકિસ્તાની યુગલ ઝડપાયું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ પિલર નંબર 1016 નજીક થી શંકાસ્પદ રીતે ફરતા એક યુગલને અટકાવ્યું હતું. તપાસ દરમિયાન તેમના વિશે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી હતી.

પાકિસ્તાનના સિંધ પ્રાંતનો યુગલ

પકડી પાડેલા યુગલમાં 24 વર્ષીય પોપટ નથ્થુ અને 20 વર્ષીય ગૌરી ઉર્ફે ગુલાબ મુંગરીયોનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં બન્ને પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીઠી વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સરહદ નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા હોવાને કારણે BSF એ તેમને તરત જ કસ્ટડીમાં લીધા.

બાલાસર પોલીસે કાર્યવાહી હાથધરી

હાલ BSF દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી યુગલને કાયદેસરની આગળની કાર્યવાહી માટે બાલાસર પોલીસ મથકે સુપ્રત કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સરહદ વિસ્તારમાં સતત જોવા મળતા આવા પ્રયાસોને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સજ્જ બનતી દેખાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ