Home International Pakistan Threatens To Dismiss Shimla Agrement After India Hault Indus River Treaty After Pahelgam Attack

હવે આરપારની લડાઇ! : ભારતે સિંધુ જળસંધિ રદ્દ કરતાં પાકિસ્તાને સિમલા કરાર રદ્દ કરવાની ધમકી આપી, જાણો શું છે શિમલા કરાર

હવે આરપારની લડાઇ!
Published by: OBS Bureau
Last Updated: Apr 25, 2025, 05:59 AM IST

22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ 26 નાગરિકોના મોત થયા હતા..જેના જવાબમાં ભારતે સિંધુ જળસંધિ રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે પાકિસ્તાને ભારતના આ નિર્ણયના જવાબમાં શિમલા કરારને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી હસ્તાક્ષર કરાયેલ આ કરારનો હેતુ શાંતિપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો સ્થાપિત કરવા અને વાતચીત દ્વારા વિવાદોનું નિરાકરણ લાવવાનો હતો. પાકિસ્તાને આ કરારને સ્થગિત કરવાનો નિર્ણય લેતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખાઇ વધુ મોટી અને ઊંડી બની છે. તેવામાં ભારત પાકિસ્તાન દ્વારા લેવાયેલા નિર્ણયો મોટા વિવાદની  શરૂઆત માનવામાં આવી રહ્યું છે. 

શિમલા કરાર શું છે?
ભારતીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે 2 જુલાઈ, 1972 ના રોજ શિમલા કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછીના સંઘર્ષોને ઉકેલવા માટેની શિમલા કરાર એક શાંતિ સંધિ હતી. જેના મુજબ કશ્મીરનો મુદ્દો બન્ને દેશ સાથે મળીને ઉકેલશે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય કોઇ દેશ દખલ નહીં કરે તે માટે બન્ને દેશ રાજી થયા હતા. આ શિમલા કરાર મુજબ ભારત અને પાકિસ્તાન પરસ્પર ચર્ચા, કૂટનૈતિક વાતચીત વડે કશ્મીરના વિવાદનો અંત લાવશે તેવું નક્કી કરાયું હતું. આ સંધિના મુખ્ય પાસાંઓ આ મુજબ હતાં, 

  • દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રતિબદ્ધતા

  • જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC)ને માન્યતા.

  • LoCમાં એકપક્ષીય ફેરફારો પર પ્રતિબંધ.

  • દ્વિપક્ષીય મુદ્દાઓમાં કોઇ ત્રીજા પક્ષની મધ્યસ્થી ટાળવા માટે કરાર.

મહત્વનું છે કે આ1971ના યુદ્ધ બાદ આ કરાર ભારત-પાકિસ્તાન સંબંધોનો આધારસ્તંભ રહ્યો છે, જેમાં દ્વિપક્ષીયતા અને શાંતિપૂર્ણ સંઘર્ષ નિરાકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો કે પાકિસ્તાનની અવળચંડાઇને કારણે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ ખુબ જ મોટાપાયે વકરી શકે છે. જે
વર્તમાન સ્થિતિ
પહલગામ હુમલાના પગલે, ભારતે પાકિસ્તાન પર સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનો આરોપ મૂક્યો અને સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કરવા જેવા પગલાં લીધાં. પાકિસ્તાને, સંડોવણીનો ઇનકાર કરીને, શિમલા કરારને સ્થગિત કરીને પ્રતિક્રિયા આપી અને ચેતવણી આપી કે તેના પાણીના અધિકારોમાં કોઈપણ દખલગીરીને યુદ્ધનું કૃત્ય ગણી શકાય. મહત્વનું છે કે ભારત પાકિસ્તાનના આ નિર્ણયોને લઇને યુરોપ સહિત અમેરિકા ચિંતિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video