Home International Pakistan Shocked Over Trfs Terrorist Designation Says If There Is Evidence Present It

TRFને આતંકી ઘોષિત કરવા પર પાકિસ્તાન બોખલાયું : કહ્યું જો પુરાવા હોય તો રજૂ કરો

TRFને આતંકી ઘોષિત કરવા પર પાકિસ્તાન બોખલાયું
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 06:14 AM IST

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચકાસણી શરૂ થઈ ગઈ છે. અમેરિકા દ્વારા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF)ને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યા બાદ પાકિસ્તાને ખુલ્લેઆમ સ્પષ્ટતા આપવી પડી છે.

TRF ને લઇને પાકિસ્તાનનું નિવેદન:
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે વોશિંગ્ટન ડીસીમાં મુલાકાત બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડારએ કહ્યું કે, “જો અમેરિકા પાસે TRF સામે પુરાવા હોય તો પાકિસ્તાન તેનું સ્વાગત કરશે. TRF અને લશ્કર-એ-તૈયબા વચ્ચે કોઈ સંબંધ નથી.”

TRF અંગે ભારત અને અમેરિકા શું કહે છે?

  • બંને દેશોનું માનવું છે કે TRF એ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાનું નવું રૂપ છે.

  • TRF એ જ 22 એપ્રિલના પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી.

  • TRFના હુમલાઓમાં ઘણા નાગરિકો અને સૈનિકો માર્યા ગયાં હતા.

UNSC નિવેદનમાં TRFના ઉલ્લેખનો પાકિસ્તાન દ્વારા વિરોધ:
ડારએ સંસદમાં કહ્યું કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિવેદનમાં TRFના ઉલ્લેખનો વિરોધ કર્યો હતો. “અમે ઘણાં દેશોથી ફોન પણ મેળવ્યાં હતા અને અંતે TRFનું નામ નિવેદનમાંથી દૂર કરાયું,” એમ તેમણે ઉમેર્યું.

TRF પર ભારતની સ્થિતિ સ્પષ્ટ:

  • જાન્યુઆરી 2023માં ભારતે TRFને UAPA હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.

  • TRFના અનેક હુમલાઓમાં સામેલ હોવાના પુરાવાઓ સાથે ભારતે 2023, મે 2024 અને નવેમ્બર 2024માં UN 1267 પ્રતિબંધ સમિતિ સમક્ષ રજૂઆત કરી હતી.

  • TRF 2019માં સોશિયલ મીડિયા પર વધુ સક્રિય બન્યું હતું અને ત્યારથી શ્રીનગરમાં ગ્રેનેડ હુમલાઓ, લક્ષિત હત્યાઓ અને સેના પર હુમલાઓમાં સંડોવાયું છે.

મોદીનું સ્પષ્ટ સંદેશ:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જણાવ્યું હતું કે –

“ભારત પર્યટનમાં માને છે, પણ પાકિસ્તાન આતંકવાદને પર્યટન માને છે. આવી માનસિકતા વિશ્વ માટે જોખમકારક છે.”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video