Home International Pakistan Rolls Royce Price 20 To 30 Crore Rupees Price Comparison With India

કંગાળિસ્તાનમાં કેટલામાં મળે છે OG રોલ્સ રોય્ઝ? : સાત પેઢીની કિડની વેચશે તો પણ નહીં ખરીદી શકાય

કંગાળિસ્તાનમાં કેટલામાં મળે છે OG રોલ્સ રોય્ઝ?
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 07:14 AM IST

ROLLS-ROYCEએ અમીરીનું પ્રતીક છે, જે સામાન્ય માણસ ખરીદી શકતો નથી. ભારતમાં પણ તેને લક્ઝરી કાર માનવામાં આવે છે. જેમાં મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર જેવી હસ્તીઓ મુસાફરી કરે છે. રોલ્સ રોયસ કાર તેના કમ્ફર્ટ અને લક્ઝુરિયસ લુક માટે જાણીતી છે. રોલ્સ રોયસ કાર ભારતમાં લોકપ્રિય છે. આ કારની કિંમત ભારતમાં 7 કરોડથી 12 કરોડ રૂપિયાની વચ્ચે છે. પરંતુ પાકિસ્તાનની વાત કરીએ તો અહીં આ કાર ખરીદનારા લોકો ઘણા ઓછા છે કારણ કે આ દેશમાં કંપનીની એક પણ ડીલરશિપ નથી.

પાકિસ્તાનમાં રોલ્સ રોયસની કિંમત કેટલી છે?
જો કોઈ વ્યક્તિ રોલ્સ રોયસ કાર ખરીદવા માગે છે, તો તેણે તેને ઈમ્પોર્ટ કરવી પડશે. પાકિસ્તાનમાં આ કારના ગ્રાહકોમાં મોટા ભાગના રાજકારણીઓ છે અને કેટલાક ઉદ્યોગપતિઓ. હવે જાણીએ પાકિસ્તાનમાં આ કારની કિંમત વિશે. ભારતમાં તેની કિંમત 7 કરોડથી 12 કરોડ રૂપિયા સુધીની છે, જ્યારે પાકિસ્તાનમાં તેની કિંમત 20થી 30 કરોડ રૂપિયાની વચ્ચે છે.

કારમાં ઉત્તમ ફીચર્સ
રોલ્સ રોયસ કાર તેના લક્ઝુરિયસ લુક તેમજ શાનદાર ફીચર્સ માટે જાણીતી છે. ફેન્ટમ કાર રોલ્સ રોયસ દ્વારા ઓફર કરવામાં આવી છે, જે વિશ્વની સૌથી સુરક્ષિત લક્ઝરી કારમાંની એક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now