વકફ સુધારા બિલ ભારતમાં લોકસભા અને રાજ્યસભામાં પસાર થયું છે અને તેની અસર પાકિસ્તાનમાં જોવા મળી છે. પાકિસ્તાની યુટ્યુબર શોએબ ચૌધરીએ આ મુદ્દા અંગે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો અને લોકોનો પ્રતિસાદ પણ જાણ્યો જેમા એક વ્યક્તિએ કહ્યું, "જે દેશમાં હિંદુઓ બહુમતીમાં છે, ત્યાં નિર્ણય તેમના પક્ષમાં હશે. આ પહેલી વાર નથી. અગાઉ પણ ત્યાં બાબરી મસ્જિદનો વિધ્વંસ કરવામાં આવ્યો હતો. તે પછી પણ હિંદુઓની તરફેણમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો".
અન્ય એક પાકિસ્તાની વ્યક્તિએ કહ્યું કે ભારતમાં જે પણ ચુકાદો આવે છે તે મુસ્લિમોની વિરુદ્ધ છે. વર્તમાન સરકાર તેમને પરેશાન કરવાની એક પણ તક છોડતી નથી. મુસ્લિમો સાથે હંમેશા બેવડા ધોરણો સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે.
જો કે, યુટ્યુબરે કહ્યું કે પાકિસ્તાન કરતાં ત્યાં વધુ મુસ્લિમો રહે છે. તેઓ ત્યાં રહે છે. આ અંગે એક પાકિસ્તાની વ્યક્તિએ કહ્યું, "જો આ કાયદો મુસ્લિમો માટે સારો છે, તો હું તેનું સમર્થન કરું છું.





