Home Gujarat Pakistan Afghanistan Connection Found On Mobile Of Cleric Who Bulldozed Suspected Madrasa

શંકાસ્પદ મદરેસા પર બુલડોઝરવાળી : મૌલવીના મોબાઈલમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન કનેક્શન મળ્યું

શંકાસ્પદ મદરેસા પર બુલડોઝરવાળી
Published by: OBS Bureau
Last Updated: May 13, 2025, 05:56 PM IST

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હીમખીમડીપરા વિસ્તારમાં આવેલ એક શંકાસ્પદ મદરેસા પર તંત્ર દ્વારા આજે સવારે બુલડોઝર ચલાવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. કથિત રીતે ગેરકાયદેસર જમીન પર બાંધવામાં આવેલ આ મદરેસાનું સંચાલન મૌલવી મોહમ્મદ ફઝલ શેખ દ્વારા કરવામાં આવતું હતું, જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્તચર વિભાગ અને ATS સતર્ક બની ગઈ હતી.

શંકાસ્પદ સામગ્રી મળી આવતા ATSની કાર્યવાહી
1 મેના રોજ મૌલવીના મોબાઇલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના અનેક શંકાસ્પદ સોશિયલ મીડિયા ગ્રૂપ્સ સાથે જોડાયેલા રહેનાર વિગતો મળ્યા બાદ રાજ્યના આતંકવિરોધી દળ (ATS) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. શંકાસ્પદ ગતિવિધિઓના આધારે મદરેસાની મૌજુદગી કાયદેસર છે કે કેમ તે બાબતે પણ ચકાસણી હાથ ધરવામાં આવી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મદરેસાનું બાંધકામ ગેરકાયદેસર જમીન પર કરવામાં આવ્યું છે. પરિણામે સ્થાનિક તંત્ર દ્વારા મદરેસાને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

સુરક્ષા વ્યવસ્થા હેઠળ બુલડોઝર કામગીરી
મદરેસા પર બુલડોઝર ચલાવતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. સ્થળ પર બે ડીવાયએસપી, ત્રણ પીઆઈ અને વધુ સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી તથા મામલતદાર પણ હાજર રહ્યા હતા.

અસામાજિક તત્વોમાં ફફડાટ
આ ડિમોલીશન બાદ હીમખીમડીપરા સહિત સમગ્ર ધારી તાલુકામાં અસામાજિક તત્ત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા આપવામાં આવેલા સંકેત અનુસાર, આવા શંકાસ્પદ સ્થળો પર આગળ પણ સતત નજર રાખવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી અમલમાં લાવવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now