Home Gujarat Orders For Additional District Elections After Congress Allegations

કોંગ્રેસના આક્ષેપ બાદ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીનો આદેશ : 'ખોટી માહિતી- પુરાવાના આધારે મતદારના નામ કાઢવાનો પ્રયત્ન કરવા અંગે FIR નોંધાવવી'

કોંગ્રેસના આક્ષેપ બાદ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીનો આદેશ
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 05:19 AM IST

કોંગ્રેસના આક્ષેપ બાદ અમદાવાદ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાર નોંધણી અધિકારીઓને ખોટી માહિતી અને ખોટા પુરાવાના આધારે ફોર્મ નં. 7 ભરીને મતદારના નામ કાઢવાનો પ્રયત્ન કરવા અંગે FIR નોંધવવા સુચના આપી છે

કોંગ્રેસના આક્ષેપ બાદ કાર્યવાહી

કોંગ્રેસના મોહમ્મદ રફીક ગુલામ મુસ્તુફા શેખ, એડવોકેટ તથા કોર્પોરેટર, જમાલપુર વોર્ડ (2) ઇમરાન ખેડાવાલા, ધારાસભ્ય, જમાલપુર-ખાડિયા વિધાનસભા (3) ગ્યાસુદ્દીન શેખ, પૂર્વ ધારાસભ્ય, દ્વારા ખોટી માહિતી અને ખોટા પુરાવાના આધારે Form No.7 ભરીને મતદારના નામ કાઢવાનો પ્રયત્ન કરવા અંગે FIR નોંધાવવા બાબતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે. જેના પગલે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે FIR નોંધવવા આદેશ આપ્યો છે.

'પ્રવર્તમાન જોગવાઈઓ ધ્યાને લઇ કાર્યવાહી કરવી'

અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રમાં જણાવ્યું છે કે 'હાલમાં હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો શરૂ હોય, આ સમયગાળા દરમ્યાન BLA-2 તથા અન્ય નાગરિકો તરફથી રજુ થતાં Form No.7 ની પૂરતી ચકાસણી કરી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા આપવામાં આવેલ સૂચના, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ- 1950, મતદાર નોંધણી નિયમો-1960 ની પ્રવર્તમાન જોગવાઈઓ ધ્યાને લઇ કાર્યવાહી કરવા વિનંતી છે'.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now